વહીવટીતંત્રએ 199 પૂર અસરગ્રસ્તોને સલામત સ્થળે સ્થળાંતર કર્યા હતા.છેલ્લા એક સપ્તાહથી મેઘમહેરને કારણે પૂર્ણા નદી બંને કાંઠે વહી રહી છે. સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. મહુવામાં પૂર્ણા નદી ગાંડીતૂર બનતાં કિનારે આવેલા મહુવા ઝાંપાબજાર, બુધલેશ્વર ગામમાં પૂરનાં પાણી પ્રવેશતાં ઘરમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઉપરવાસમાં અતિભારે વરસાદ થવાથી પૂર્ણ નદીના જળસ્તરમાં નોંધનીય વધારો થયો છે. ડાંગમાં ભારે વરસાદને કારણે મહુવા તાલુકાની પૂર્ણા નદીનો જળસ્તર વધતાં નદી કિનારેના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
Visit Saurashtra Kranti Homepage here
મહુવાના ઝાંપાબજારમાં લોકોનાં ઘરમાં 2થી 3 ફૂટ પાણી ભરાતાં સ્થાનિકોના તંત્રએ લોકોનું સ્થળાતર કર્યું હતું.પરિસ્થિતિને કાબૂમાં લેવા અંદાજે 32 પરિવારના 159 અસરગ્રસ્તનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘરવખરી, અનાજ અને પશુના ચારાને નુકસાન થયું હતું. 159માંથી કેટલાક અસરગ્રસ્તો સગાંને ત્યાં તો બાકીના લોકોને પ્રાથમિક શાળામાં ખસેડાયા હતા.
Read About Weather here
મિયાપુર જૂથ ગ્રામપંચાયત હેઠળના બુધલેશ્વર ગામે પણ પાણી ભરાયાં હતાં. ત્યાંની પરિસ્થિતિને કાબૂમાં લેવા તંત્રએ સતર્કતાપૂર્વક 40 લોકોનું સ્થળાંતર કર્યું હતું. નદીઓમાં પૂરને કારણે સુરત જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરી લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે, જેથી કોઈ જાનહાનિ ન થાય. બારડોલીથી નવસારી જતા સ્ટેટ હાઇવે પર સુપા ગામ નજીક પૂર્ણા નદીના લો લેવલ બ્રિજ પર પૂરના પાણી ફરી વળતાં બાડોલી નવસારીના વાહનવ્યવહારને અસર થઇ હતી. આ સાથે અન્ય લો લેવલ બ્રિજ પર પણ પાણી ભરાયાં હતાં. આ સાથે અનેક જગ્યાએ લો લેવલ પુલના એપ્રોચ પણ ધોવાતા માર્ગ બંધ કરી દેવાયો હતો.ઉપરવારસ અને સ્થાનિક સ્તરે પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે અવિરત પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યાં છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here