‘પુષ્પા’નો સ્વેગ…!

'પુષ્પા'નો સ્વેગ…!
'પુષ્પા'નો સ્વેગ…!
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કંપનીએ અલ્લુને કરોડો રૂપિયાની ઑફર કરી હતી. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને તમાકુ કંપનીની જાહેરાત ઑફર ઠુકરાવી દીધી છે. અલ્લુ પોતાના ચાહકોની વચ્ચે કોઈ પણ ખોટી વસ્તુ પ્રમોટ કરવા માગતો નથી. અલ્લુ તમાકુ ખાતો નથી. આ જ કારણે તેણે તમાકુ કંપનીની બ્રાન્ડ એન્ડોર્સ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. જોકે, બોલિવૂડ સ્ટાર્સ અજય દેવગન, અક્ષય કુમાર, શાહરુખ ખાન તમાકુની જાહેરાત ખુશી ખુશી કરતાં હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

અલ્લુના નિકટના સૂત્રોએ કહ્યું હતું કે ફિલ્મમાં સ્મોકિંગ કરવું એક્ટરના હાથમાં નથી. જોકે, તે પ્રયાસ કરે છે કે કોઈ બીજી વ્યક્તિ તમાકુનું સેવન ના કરે. તે આનાથી બચવા માટેના મેસેજ પણ આપતો હોય છે.અલ્લુના નિકટના લોકોએ કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે તેના ચાહકો આ તમાકુની જાહેરાત જોઈને તેને ખાવાનું શરૂ કરે અને તેઓ ખોટી આદતનો ભોગ બને. તે માને છે કે જે વસ્તુ તે ખાતો નથી તો તે કેમ તેને પ્રમોટ કરે?અજય દેવગન, શાહરુખ ખાન પછી અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાત કરી છે.

Read About Weather here

આ અંગે સો.મીડિયા યુઝર્સે અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો, કારણ કે અનેક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું હતું કે તમાકુ કંપનીઓ તેને કરોડો રૂપિયાની ઑફર કરે છે, પરંતુ તે સ્વીકારતો નથી. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ પાન મસાલાને પ્રમોટ કરતા હતા. જોકે, સો.મીડિયામાં ટ્રોલિંગ થતાં તેમણે તેમના જન્મદિવસ પર પાન મસાલાની જાહેરાત સાથેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી.આટલું જ નહીં અક્ષય કુમાર ફિટનેસ માટે પણ ચાહકોમાં લોકપ્રિય છે. આથી જ યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here