પુતિને સિકયુરિટી કાઉન્સિલની બેઠકમાં આ વાત જણાવી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને દાવો કરતા કહ્યું છે કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. વિદેશીઓને બંધક બનાવીને તેમને યુક્રેની સેના ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. પુતિને દાવો કર્યો કે ૩ હજારથી વધુ ભારતીયોને બંધક બનાવવામાં આવ્યા હતા જેમને રશિયાની સેનાએ છોડાવ્યા. તેમણે કહ્યું કે ચીનના લોકોને પણ યુક્રેને બંધક બનાવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
પુતિને યુક્રેન પર આરોપ લગાવતા કહ્યું કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારી સેના ત્યાંથી નાગરિકોને કાઢવામાં મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે ચીની નાગરિકોને પણ બંધક બનાવવામાં આવ્યા. પુતિને એમ પણ કહ્યું કે યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં રશિયા તરફથી કોઈ કાર્યવાહી થઈ રહી નથી. આ ઉપરાંત પુતિને કહ્યું કે ૩૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓને ખારકીવ સ્ટેશન પર બંધક બનાવવામાં આવ્યા. જયારે સુમીમાં ૫૭૬ વિદ્યાર્થીઓ બંધક છે. ઉત્તર પૂર્વી શહેર સૂમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ મદદ માટે ગુહાર લગાવી છે. અને આશા વ્યકત કરી છે કે કીવ અને ખારકીવ જેવી સ્થિતિ બનતા પહેલા તેમને સુરક્ષિત બહાર કાઢી લેવાશે.
પુતિને દાવો કર્યો કે યુક્રેનની સેના વિદેશીઓને યુક્રેનથી બહાર જવા દેતી નથી. તેમણે કહ્યું કે રશિયાની સેનાએ વિદેશી નાગરિકોને યુક્રેનથી કાઢવામાં મદદ કરી. પુતિને કહ્યું કે યુક્રેન વિદેશી નાગરિકોને બહાર જવા દેવામાં વિલંબ કરવાની કોશિશ કરે છે. જેનાથી તેમને જોખમ છે. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે યુક્રેન ડોનેત્સ્ક અને લુહાંસ્કની વસ્તી સાથે અમાનવીય વ્યવહાર કરે છે.
પુતિને કહ્યું કે ડોનેત્સ્ક અને લુહાંસ્કના લોકોને તંબુની અંદર રાખવામાં આવે છે. અમે ડોનેત્સ્ક અને લુહાન્સ્કના લોકોના શાંતિપૂર્ણ જીવનને સુનિશ્ચિત કરવા માટે કઈ પણ કરીશું. તેમને શિક્ષિત કરીને સ્વતંત્ર અને સન્માનજનક જીવન જીવવા માટે સમર્થન આપીશું. અત્રે જણાવવાનું કે ગુરુવારે જ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને કહ્યું કે રશિયા પોતાની સેના અમારી જમીન પરથી હટાવી લે.
તેમણે કહ્યું કે જો રશિયા અમારી જમીનથી જવા નહીં ઈચ્છે તો પછી પુતિને મારી સાથે વાતચીતના ટેબલ પર બેસવું જોઈએ. પરંતુ ૩૦ મીટરના અંતર પર નહીં. જેમ મેક્રોન, સ્કોલ્ઝ સાથે બેસીને વાતચીત થઈ હતી. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હું એક પડોશી છું, હું બચકા ભરતો નથી, હું એક સામાન્ય નાગરિક છું, મારી સાથે બેસો, મારી સાથે વાત કરો, તમે કઈ ચીજથી ડરી રહ્યા છો?
Read About Weather here
રશિયાની સેનાના તમામ પરિવારના સભ્યો અને મૃતક સૈનિકોને સન્માન મળશે. પુતિને કહ્યું કે અમે અમારા પાડોશીઓને પરમાણુ હથિયારોથી ધમકાવવાની મંજૂરી નહીં આપીએ. અમારા રક્ષા મંત્રાલયે અત્યાર સુધીના તમામ ઉદ્દેશ્યોને હાંસલ કર્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here