પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના ત્રણ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલ JEE મેઇન્સના પરિણામમાં શ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં (1) જય આડેસરા 99.35 PR, (2) હર્ષ ચુડાસમા 98.85 PR, (3) હર્ષિલ છાયા 92.36 PR મેળવેલ છે. આ ત્રણેય વિદ્યાર્થીઓને ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, ટ્રસ્ટી મંડળ અને જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટની સમગ્ર ટીમે અભિનંદન પાઠવ્યા છે.
ટ્રસ્ટ દ્વારા છેલ્લા 23 વર્ષથી ચાલતા જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના ઘણા બાળકો ડોક્ટર, એન્જિનિયર્સ, IIT અને અન્ય ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી પોતાના પગભર થયા છે અને પોતાના કુટુંબના તારણહાર બન્યા છે. પુજીત ટ્રસ્ટ શિક્ષિત અને સંસ્કારી સમાજ નિર્માણ કરવા હંમેશા પ્રયત્નશીલ છે.
Read About Weather here
વિદ્યાર્થીઓના ઘડતરની વ્યક્તિગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી તથા કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, સી કે બારોટ તથા ભારતીબેન બારોટ તેમજ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ જહેમત ઉઠાવે છે.વિશેષ માહિતી માટે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનો રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here