પીએમ મોદીએ દુનિયાને આપ્યો LIFE મંત્ર

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
સોમવારે સાંજે ૫.૩૦ વાગ્યે પીએમ મોદી ગ્લાસગોમાં આયોજિત ‘વર્લ્ડ લીડર સમિટ ઓફ કોપ-૨૬’માં પહોંચ્યા, જયાં તેમણે શિખર સંમેલનને સંબોધિત કર્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૨૦માં ભાગ લેવા માટે ઈટાલીની રાજધાની રોમ પહોંચ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રવિવારે જી-૨૦નું સમાપન થયું કે જેમાં ૨૦ સભ્ય દેશોના નેતાઓએ વૈશ્વિક સ્વાસ્થ્ય, અર્થવ્યવસ્થા અને જળવાયુ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. રવિવારે પીએમ મોદી સ્કોટલેન્ડના ગ્લાસગો શહેર પહોંચ્યા કે જયાં તેઓ સંયુકત રાષ્ટ્ર જળવાયુ શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે ભારતમાં ‘નળથી જળ’, ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘ઉજ્જવલા’ જેવી યોજનાઓથી અમારા નાગરિકોને લાભ મળ્યો છે અને તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થયો છે.

ભારત સહિત મોટાભાગના વિકાસશીલ દેશોના ખેડૂતો માટે જળવાયુ એક મોટો પડકાર છે. ખેતીની પદ્ઘતિમાં બદલાવ આવી રહ્યો છે. કમોસમી વરસાદ અને પૂર અથવા સતત આવી રહેલા વાવાઝોડાના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, હું આજે તમારી સમક્ષ One-Word Movement નો પ્રસ્તાવ મૂકું છું. આ One-Word એક શબ્દ, કલાઈમેટના સંદર્ભમાં One World એક વિશ્વના મૂળનો આધાર બની શકે છે.

આ એક શબ્દ છે LIFE એટલે કે Lifestyle For Environment. પેરિસમાં થયેલું આયોજન, એક સમિટ નહીં, એક કમિટમેન્ટ હતું. મને ખુશી છે કે ભારત જેવો વિકાસશીલ દેશ, જે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર નીકાળી રહ્યું છે, જે કરોડો લોકોની Ease of Living પર દિવસ-રાત કામ કરી રહ્યું છે.

આજે ભારત installed renewable energy capacity માં વિશ્વમાં ચોથા નંબર પર છે. ત્રીજુ- ભારત અત્યારથી ૨૦૩૦ સુધી કુલ પ્રોજેકટેડ કાર્બન એમિશનમાં એક બિલિયન ટન ઘટાડશે.

ચોથું- ૨૦૩૦ સુધી ભારત, પોતાની અર્થવ્યવસ્થાની કાર્બન ઈન્ટેન્સિટીને ૪૫ ટકાથી ઓછી કરશે. પાચમું- વર્ષ ૨૦૭૦ સુધી ભારત, નેટ ઝીરોનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.

Read About Weather here

પંચામૃતનો મંત્ર આપતા પીએમ મોદીએ કહ્યું કે, પહેલું- ભારત ૨૦૩૦ સુધી પોતાની Non-Fossil Energy Capacityને ૫૦૦ ગીગાવોટ સુધી પહોંચાડશે. બીજું- ભારત ૨૦૩૦ સુધી પોતાની ૫૦ ટકા energy requirements, renewable energy થી પૂરી કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here