ભગવતીપરા પાસે રહેતાં અને ટ્રકમાં કલીનર તરીકે કામ કરતાં સમીર અયુબભાઇ સોરા (સંધી) (ઉ.વ.25)ને માલિયાસણ ચોકડી પાસેથી કુવાડવા રોડ પોલીસે રૂ. 10 હજારની દેશી પિસ્તોલ અને રૂ. 200ના 02 જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
પેટ્રોલીંગ દરમિયાન ડી. સ્ટાફ પીએસઆઇ પ્રદ્યુમનસિંહ ગઢવી, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા અને કોન્સ. વિરદેવસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી સમીરને દબોચી લેવાયો હતો.
પિસ્તોલ-કાર્ટીસ મળતાં આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ શખ્સ ટ્રકમાં કલીનર અને ડ્રાઇવર તરીકે કામ કરે છે. અગાઉ તેના વિરૂધ્ધ બી-ડિવીઝનમાં હત્યાની કોશિષ, ધમકી તથા મારામારીના ત્રણ ગુના નોંધાઇ ચુકયા છે.
પ્રાથમિક પુછતાછમાં તેણે રટણ કર્યુ હતું કે પોતાને માથાકુટ ચાલતી હોવાથી રક્ષણ માટે સાથે રાખી હતી. રાજસ્થાન ટ્રક લઇને ગયો હોઇ ત્યાંથી લાવ્યો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,
જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની સુચના અને પીઆઇ એન. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પીએસઆઇ
પી. જી. રોહડીયા, એએસઆઇ હિતેન્દ્રસિંહ એમ. ઝાલા, જયંતિભાઇ એસ. ગોહિલ, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, કિશોરભાઇ પરમાર, કોન્સ. વિરદેવસિંહ જાડેજા,
Read About Weather here
દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, જીઆરડી વિક્રાંત સાંગાણીઅને મનવીર ડાંગરે કરી હતી. વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here