પિતા-પુત્રી નું પાલી પાસે મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જેમાં અમદાવાદની મહિલા અને આગરામાં રહેતા તેના પિતાનું મોત થયું હતું. યુપીના મૈનપુરથી અમદાવાદ આવી રહેલી કારના ડ્રાઈવરને રાજસ્થાનના પાલી પાસે ઝોકું આવી જતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ સાથે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

મેઘાણીનગરમાં રહેતા પ્રતિભાદેવી શિવકુમાર ભદૌરિયા તેમના પુત્ર સાથે યુપીના ભીચવાડા મૈનપુરીમાં રહેતા તેમના પિતા લથુર સિંહ ચૌહાના ઘરે ગયા હતા. પિતાની તબિયત ખરાબ રહેતી હોવાતી તેઓ તેમની સારવાર માટે કાર લઈને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા.680 કિમીનું અંતર કાપ્યા બાદ કાર રાજસ્થાનના પાલી વિસ્તારમાં ગુંદોજ પાસેથી પસાર થઈ રહી હતી.

Read About Weather here

આ ગંભીર અકસ્માતમાં પ્રતિભાદેવી અને તેમના પિતા લથુર સિંહનું મોત નિપજ્યું હતુ, જ્યારે પુત્ર શૈલેન્દ્ર સિંહ, અમદાવાદમાં રહેતા તેમના સંબંધી જિતેન્દ્ર સિંહ અને કાર ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા બાંગડ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.આ વખતે કાર ડ્રાઈવર વીર બહાદુરસિંહ ચૌહાણને ઝોકું આવી જતા કાર નજીકના ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here