પાલતુ કૂતરાની જેમ કારને રસ્તા પર ફેરવી…!

પાલતુ કૂતરાની જેમ કારને રસ્તા પર ફેરવી…!
પાલતુ કૂતરાની જેમ કારને રસ્તા પર ફેરવી…!
મેરિનેલા લક્ઝૂરિયસ લાઇફ જીવવા માટે જાણીતી છે. સો.મીડિયામાં તે પોતાનું વૈભવી જીવનની ઝલક બતાવતી રહેતી હોય છે. હાલમાં સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. એક મહિલા પોતાની કરોડોની કારને પાલતુ કૂતરાની જેમ બાંધીને રસ્તા પર ફરતી હોય તેમ લાગે છે. આ મહિલા મેરિનેલા બેઝર છે. મેરિનેલા જાણીતી મોડલ છે. થોડાં સમય પહેલાં જ મેરિનેલાએ સો.મીડિયામાં આ વીડિયો પોસ્ટ કર્યો હતો.
પાલતુ કૂતરાની જેમ કારને રસ્તા પર ફેરવી…! કૂતરા

Visit Saurashtra Kranti Homepage here

વીડિયોમાં પહેલાં એમ લાગે કે મેરિનેલા કોઈ પાલતુ પ્રાણીને લઈને રસ્તા પર ફરવા નીકળી છે. જોકે, પછી મેરિનેલા પોતાની કરોડો રૂપિયાની કાર સાથે જોવા મળે છે. મેરિનેલા મેક્લેરન સ્પોર્ટ્સ કાર સાથે જોવા મળી હતી.ઓરેન્જ રંગનો શોર્ટ ડ્રેસ ને હાઇ હિલમાં મેરિનેલા આકર્ષક લાગતી હતી. દુબઈના રસ્તા પર મેરિનેલાએ કારને બ્લેક પટ્ટાથી બાંધી હતી અને તે પટ્ટાથી કારને ખેંચતી હતી. વીડિયોમાં જે કાર જોવા મળે છે, તેની કિંમત અંદાજે પાંચથી આઠ કરોડની વચ્ચે હોવાનું અનુમાન છે.મેરિનેલા લક્ઝૂરિયસ ડિઝાઇનર બ્રાન્ડ મેલિનીની ફાઉન્ડર છે. તેણે ડૉક્ટર ડેન્ટ નામની ડેન્ટલ પ્રોડક્ટ પણ લૉન્ચ કરી હતી.

Read About Weather here

મેરિનેલા અવારનવાર ગ્લેમરસ ફોટોશૂટ કરાવતી હોય છે. મેરિનેલા પોતાની માતા લીલીયાની ઘણી જ નિકટ છે. તે માતા સાથે મળીને પોતાની કંપની મેલિની ચલાવે છે. મેરિનેલાએ બોલરૂમ ડાન્સિંગમાં નાની ઉંમરમાં અનેક સ્પર્ધા જીતી હતી. તેણે લંડનથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. મેરિનેલાના સંબંધો 2013થી વ્લાદ ગેક્ટન સાથે છે. બંનેએ સગાઈ પણ કરી લીધી છે.ફોટોશૂટની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થતી હોય છે.1997માં મોલ્ડોવામાં જન્મેલી મેરિનેલાને બહેન નિકોલેટ છે. તેની બહેન પણ મોડલ છે અને ફેશન બ્રાન્ડ ચલાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here