ધરણાની અરજી જે સ્થળે નામંજૂર કરી ત્યાં વર્ષોથી ધરણા થાય છે ઉપવાસ અને આંદોલનો થયા છે
મંજૂરી રદ્ કરતાં પોલીસ કમિશનરને ધરણા અંગે મનપાના પાર્કીંગ અથવા પાંચ જગ્યાના સરનામા આપવા આવેદન
લોકસંસદ વિચાર મંચ દ્વારા યાદીમાં જણાવ્યું છે કે, મહાનગરપાલિકાના કમિશનર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સુચવેલા 185% પાણી વેરા સામે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 78% એટલે કે રૂા.840 ને બદલે રૂા.1500 કરતા મંચ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને અને સ્ટેન્ડિંગ ચેરમેનને વિરોધ કરી લેખીત રજૂઆત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જેનો કોઈ પ્રત્યુતર ન મળતા પાણી વેરાના વિરોધમાં દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર) દ્વારા તા.15-2 ના મહાનગરપાલિકાના ગેઈટ પાસે ફુટપાથ પર ઘરણાં કરવા અંગેની મંજૂરી માંગી હતી જે નામંજૂર કરી છે ટ્રાફિક જામ થાય તેવું બ્હાનું બતાવીને જો કે અહીં ઘરણાં, ઉપવાસ, આંદોલનો ભૂતકાળમાં થયા જ છે અને મંજૂરી રાજકીય પક્ષો, સફાઈ કામદારો, કર્મચારીઓને મળી જ છે ઘરણાંને પગલે ભાજપ અને પોલીસના પેટમાં તેલ રેડાતા ઘરણાંની મંજૂરી ગ્રાહ્ય રાખવામાં ના આવી. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નાયબ પોલીસ કમિશનર ડો. પાર્થરાજસિંહ ગોહિલના તા.13-2 ના પત્રમાં જણાવ્યું કે, એ.સી.પી. દક્ષિણ વિભાગ અને પો.ઈન્સ્પેકટરએ ડિવિઝનના અભિપ્રાયમાં ઘરણાંમાં ટ્રાફિકમાં ખલેલ પડે તેમ છે. અરજદાર દિલીપભાઈએ તા.12-2 ના અપાયેલ નિવેદનમાં ટ્રાફિકને નડતર ન થાય તેમ શાંતિપૂર્ણ ધરણા કરાશે તેવી લેખીત બાંહેધરી આપી છે અને મંજૂરીના ધરણા ‘ખ’ માં પણ મુદ્દા નં.(7) ક્રમાંક (7)માં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની બાંહેધરી લેવામાં આવે જ છે ને આ બંન્ને પોલીસ અધિકારીનો અભિપ્રાય ખોટો છે આ અંગે પોલીસ કમિશનર અને ઉચ્ચસ્તરીય રજૂઆતો કરાશે જે સ્થળે ઘરણાં કરવાના છે તે સ્થળે પોલીસના રેકોર્ડ પર મૌજુદ છે ત્યાં મંજૂરી આપી જ છે. જેની છેલ્લી 5 અરજીની વિગતો માંગવામાં આવી છે.
આક્ષેપો કરતા જણાવ્યું છે કે, શાસક પક્ષના આદેશથી સતાધિકશોના સીધા માર્ગદર્શન હેઠળ ભાજપની ચમચાગીરી કરશે તો સાંખી નહીં લેવાઈ અને આ અંગે લીગલ અભિપ્રાય મેળવી પોલીસ સામે કાનૂની લડતના મંડાણ કરવાની ફરજ પડશે.
Read About Weather here
ધરણા અંગેની મંજૂરી રદ્ કરતા પોલીસ કમિશનર પાસે કોર્પોરેશનની નજીકમાં 5 સ્થળોએ ઘરણાં યોજવા અંગેના સ્થળો માંગવામાં આવેલ છે. પોલીસ જયાં કહે ત્યાં ધરણા થશે જ પોલીસે કહ્યું ઘરણાં નહીં રેલી યોજો શાસકોના ઈશારે કામગીરી કરતી પોલીસની સલાહની અમારે જરૂર નથી ઘરણાં કરવા કે રેલીએ લોકસંસદ વિચાર મંચ નકકી કરશે. તેવો આક્રોશ વ્યકત કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here