પાણી પુરવઠા મંત્રી બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ ખાતે તાલુકા સંકલન સમિતિની યોજાઈ બેઠક

પાણી પુરવઠા મંત્રી બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ ખાતે તાલુકા સંકલન સમિતિની યોજાઈ બેઠક
પાણી પુરવઠા મંત્રી બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ ખાતે તાલુકા સંકલન સમિતિની યોજાઈ બેઠક

પડતર પ્રશ્ર્નો તત્કાલ ઉકેલવા મંત્રીની સૂચના : વિંછીયા ખાતે બેઠક યોજી, નાગરિકોના પ્રશ્ર્નો રૂબરૂ સાંભળ્યા

રાજયના પાણી પુરવઠા, જળ સંશાધન, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ ખાતે તાલુકા ફરિયાદ તથા સંકલન સમિતિ સહિત વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં તાલુકાના વિવિધ પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી હતી.મંત્રીએ પડતર પ્રશ્ર્નોનો વહેલાસર ઉકેલ લાવવા સૂચના આપી હતી,આ સાથે નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે,તે માટે વિધેયાત્મક અભિગમ અપનાવીને કામ કરવા અધિકારીઓ, કર્મચારીઓને જણાવ્યું હતું.
જસદણ પ્રાંત કચેરી ખાતે આયોજીત આ મિટિંગમાં, મંત્રી બાવળિયાએ ગામતળ નીમ કરવા,ગામડામાં વસતા જરૂરિયાતમંદ અને મકાન વિહોણા લોકોને 100 વારના પ્લોટ આપવા, ઝૂંપડામાં રહેતા લોકોને વીજ કનેકશન આપવા સહિતના પ્રશ્ર્નોની વિગતોની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.
તેમણે ગામોમાં પીવાના પાણીના વિતરણની સ્થિતિ જાણી હતી અને લોકોને પીવાનું પાણી પૂરતું અને નિયમિત મળી રહે, તેની ખાસ તકેદારી રાખવા અધિકારીઓને જણાવ્યું હતું.

Read About Weather here

શાળાઓમાં અપાતા મધ્યાહન ભોજન તેમજ ગરીબ લોકોને ગુજરાત સરકારની ‘અન્ન બ્રહ્મ યોજના’ અંતર્ગત વિનામૂલ્યે અનાજ આપવાની યોજનાની વિગતો પણ જાણી હતી.ગામડામાં વસતા ગરીબોને રાશનકાર્ડનું અનાજ લેવા દૂર ન જવું પડે અને તેઓને નજીકના વિસ્તારમાંથી અનાજનો નિયત જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવા તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત એસ.ટી. વિભાગને લગતી વિવિધ રજૂઆતો, સિંચાઈ વિભાગની રજૂઆતો, નગરપાલિકાઓના રસ્તા, પાણી સહિતના પ્રશ્ર્નોની સમીક્ષા મંત્રી બાવળિયાએ કરી હતી.વિંછીયા તાલુકા સેવા સદન ખાતે વિવિધ સમિતિઓની બેઠક યોજી હતી અને રજૂઆત કરવા આવેલા નાગરિકોના પ્રશ્ર્નો મંત્રીએ રૂબરૂ સાંભળ્યા હતા અને તેના સત્વરે નિકાલની ખાતરી આપી હતી.આ બેઠકમાં જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલ, મામલતદાર એન.ડી.ગામી, તાલુકા વિકાસ અધિકારી પી.જી.પરમાર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here