પાણીપૂરી મામલે જીવ ગુમાવ્યો

પાણીપૂરી મામલે જીવ ગુમાવ્યો
પાણીપૂરી મામલે જીવ ગુમાવ્યો
મોતને ઘાટ ઉતારાયેલા યુવાને માથાભારે શખસો સામે પાણીપૂરીની લૂંટની ફરિયાદ નોંધાવી હતી. વડોદરા શહેરના ખોડિયારનગર સફેદ વુડાના આવાસમાં માથાભારે શખસોએ પાણીપૂરી વેચી ગુજરાન ચલાવતા યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ હતી.એની અદાવત રાખી માથાભારે શખસોએ દારૂના નશામાં યુવાનની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. આ યુવાનની હત્યા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હોવાનું અને લાશ હરણી પોલીસ મથકની હદમાંથી મળતાં મોડી સવાર સુધી આ બંને પોલીસ મથકમાં ગુનો દાખલ થયો નહોતો. જોકે હરણી પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે.ખોડિયારનગર વિસ્તારમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગેની પોલીસસૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે, ખોડિયારનગર મારુતિનગરમાં સુધીર ઉર્ફે ટુમટુમ કમલેશ રાજપૂત પાણીપૂરી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

સોમવારે બપોરના સમયે સુધીર ઉર્ફે ટુમટુમ રાબેતા મુજબ લારીમાં પાણીપૂરી લઇને વેચવા માટે નીકળ્યો હતો. દરમિયાન સફેદ વુડાના મકાન પાસે કેટલાક માથાભારે શખસોએ તેને રોક્યો હતો અને પાણીપૂરી ખાધી હતી. પાણીપૂરી ખાધા બાદ પૈસા માટે માથાભારે શખસોએ દાદાગીરી કરી હતી અને સુધીરને માર મારી તેની લારીમાંથી પાણીપૂરી લૂંટી ફરાર થઇ ગયા હતા.દરમિયાન આ બનાવ અંગે સુધીર ઉર્ફે ટુમટુમ રાજપૂતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માથાભારે શખસોની અટકાયત કરીને તેઓ સામે કાર્યવાહી કરી હતી. જોકે સામાન્ય ઝઘડો હોવાથી માથાભારે શખસો જામીન પર મુક્ત થઇ ગયા હતા. જેની અદાવતમાં મોડી રાત્રે સફેદ વુડાના મકાન સ્થિત એક ઓરડીમાં માથાભારે શખસોએ સુધીર રાજપૂતને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને તેની લાશ હરણી પોલીસ મથકની હદમાં મૂકી ફરાર થઇ ગયા હતા.આજે સવારે સુધીર રાજપૂતનો થીજી ગયેલા લોહી સાથેનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

Read About Weather here

અને જોતજોતાંમાં લોકોનાં ટોળાં એકઠા થઇ ગયાં હતાં. દરમિયાન આ બનાવની જાણ હરણી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્થાનિક માથાભારે શખસો દ્વારા અદાવતમાં સુધીરની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. હુમલાખોરોએ દેશી દારૂનો નશો કર્યા બાદ પાણીપૂરીની લારી ચલાવતા સુધીર ઉર્ફે ટુમટુમ રાજપૂતની હત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સનસનાટી મચાવી મૂકનાર આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.મળેલી માહિતી પ્રમાણે, સ્લમ વિસ્તારોમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે, ત્યારે જે સ્થળે સુધીર ઉર્ફે ટુમટુમ રાજપૂતની હત્યા કરેલી લાશ મળી છે એ જગ્યા પાસેથી દેશી દારૂની ખાલી પોટલીઓનો ઢગલો મળી આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here