ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલને ખુલ્લો પત્ર
હાર્દિક પટેલનો હુંકાર
પાટીદારો સામેનાં કેસ પાછા ન ખેંચાય તો 23મીથી ફરી આંદોલન
જે યુવાનો સામે પુરાવા વિના ખોટા કેસ થયા છે તે પાછા ખેંચવા માંગણી, પાટીદાર યુવાનોને મેદાનમાં આવવા અમદાવાદની પાસની બેઠકમાં હાર્દિકનું આહ્વાન
હું કોંગ્રેસ છોડી રહ્યો નથી, મેં મોવડી મંડળ સાથે વાતચીત કરી છે, ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં ભાજપનાં છેલ્લા મુખ્યમંત્રી બની રહેશે: હાર્દિકનો આત્મવિશ્ર્વાસ
ખુલ્લા પત્રમાં હાર્દિક પટેલે જે કહ્યું છે એ પત્ર અક્ષરસહ
એક સમયે પાટીદાર આંદોલનનો ઝંઝાવાત જગાવીને ગુજરાત અને રાષ્ટ્રનાં રાજકીય તખ્તા પર આવી ગયેલા પાટીદાર સમાજનાં યુવા નેતા અને પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ફરી એકવાર પાટીદારનું હુકમનું પાનું મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. હાર્દિક પટેલ આજે સાફ- સાફ ઘોષણા કરી હતી કે, 2017 ની પાટીદાર અનામત ચળવળ દરમ્યાન પાટીદાર યુવાનો સામે કરાયેલા તમામ કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો 23મી માર્ચથી ફરી રાજ્યવ્યાપી પાટીદાર આંદોલન શરૂ કરવામાં આવશે. પાટીદાર યુવાનોને મેદાનમાં આવવા હાર્દિકે આહ્વાન કરતા ગુજરાતનાં રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. હાર્દિક પટેલે એવી પણ આગાહી કરી હતી કે, ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં ભાજપનાં અંતિમ મુખ્યમંત્રી બની રહેશે. કોંગ્રેસ છોડી રહ્યાની તમામ અફવાઓને હાર્દિક પટેલે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે હું કોંગ્રેસ છોડી રહ્યો નથી મેં પક્ષનાં મોવડી મંડળ સાથે વાત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
લાંબા સમયબાદ અમદાવાદ ખાતે પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) ની બેઠકમાં હાજરી આપીને રાજકીય સંકેતો આપતા હાર્દિક પટેલે ચૂંટણીઓ પહેલા મેદાનમાં આવી જવા પાટીદાર યુવાનોને હાકલ કરી હતી. બેઠકમાં કોંગ્રેસનાં નેતાએ પાટીદારો સામેનાં તમામ કેસો પાછા લઇ લેવાની માંગણી પણ દોહરાવી હતી.પાટીદાર સમાજને ખાસ અપીલ કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, તમે જે રાજકીય પાર્ટીમાં માનતા હોય ભલે માનો, જે પક્ષને મત આપવા માંગતા હોવ ભલે આપો, પણ એ જરૂરી છે કે, કોઈપણ પુરાવા વિના પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પાછા ખેંચી લેવાની લડતમાં સમાજે જોડાવવું જોઈએ.
તેમણે ટકોર કરી હતી કે, હિંમત પૂર્વક લોકો માટેની લડાઈ લડતો રહું છું એટલે જ બધાનો સાથ મળે છે. અમદાવાદનાં પાસની બેઠકમાં આવેલા બધાનો એક જ સૂર સંભળાયો હતો કે, હવે સરકારને છેલ્લી ચેતવણી છે હવે આરપારની લડાઈ થશે. હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે, સરકારે પાટીદાર આંદોલનને કચડી નાખવા માટે મારા જેવા સમાજનાં હજારો યુવાનો પર રાજદ્રોહ સહિતની વિવિધ કલમો હેઠળ ખોટા કેસ દાખલ કર્યા હતા. એ તમામ કેસ પાછા લઇ લેવા સરકારે વચન આપ્યું હતું જે હજુ પાળ્યું નથી. અમારું આંદોલન તમામ જરૂરિયાતવાળા પરિવારો માટે હતું અને અમે તેમાં સફળ થયા હતા. પાટીદાર ચળવળ સમયે કુલ 400 જેટલા કેસ દેખાવકારો પર થયા હતા. એમાના 200 કેસ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રદ કર્યા હતા. બીજા અનેક કેસ હજુ પેન્ડીંગ છે.
એ માટે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ વાત થઇ હતી અને વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી. કેસો પાછા લેવા વચનો અપાયા છે પણ હજુ સુધી અમલ થયો નથી. આથી 23મી માર્ચથી પાટીદાર સમાજ પુન: આંદોલનનાં મંડાણ કરવા જઈ રહ્યું છે. કોંગ્રેસનાં નેતા હાર્દિકે એવી ટકોર પણ કરી હતી કે, ગુજરાતની પ્રજાએ ભાજપને આવતા 25 વર્ષ સુધી સતાથી દૂર ફેંકી દેવા મન બનાવી લીધું છે. આથી ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં ભાજપનાં છેલ્લા મુખ્યમંત્રી બની રહેશે.રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ખોડલધામનાં પ્રણેતા અને પાટીદાર સમાજનાં સનિષ્ઠ લોકપ્રિય આગેવાન નરેશ પટેલને એક ખુલ્લો પત્ર પાઠવી એમને સક્રિય રાજકીય જીવનમાં જોડાઈ જવા આગ્રહભરી અપીલ કરી છે.
ખુલ્લા પત્રમાં હાર્દિક પટેલે જે કહ્યું છે એ પત્ર અક્ષરસહ નીચે મુજબ છે. ‘તમે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક જ પક્ષનું શાસન છે અને આ પક્ષની તાનાશાહી પ્રવૃત્તિથી આપણું ગરવી ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોનાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રહ્યું છે, કારણ એ પણ છે કે સતાપક્ષ પૈસા અને સરકારીતંત્રનાં જોરે બેફામ બની ગઈ છે. સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજનાં હજારો યુવાન બન્યા છે, પાટીદાર સમાજનાં હજારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરે છે. તમે સારી રીતે જાણો છો કે કેવી રીતે આપણા ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં આવી નથી અને શાસકપક્ષનાં નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.’
Read About Weather here
‘આ અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજકીય જીવનમાં જોડાવા અપીલ કરું છું. 2015થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા નીકળ્યા છે તેવા યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજ પણ હજારો પાટીદાર યુવાનો આંદોલન સમયનાં ખોટા કેસોથી પીડાય છે, પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.’ ‘હું તમને માત્ર વિશાળ અને મજબુત પાટીદાર સમાજનાં યુવા સભ્ય તરીકે નહીં પણ ગુજરાત કોંગ્રેસનાં કાર્યકર તરીકે પણ લખી રહ્યો છું.થ હું તમને વિનંતી કરું છું કે તમે કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી જાવ અને પાટીદાર યુવાનો પર વિશ્ર્વાસ રાખીને રાજ્યનાં હિત અને અસ્તિત્વની લડાઈનાં શ્રીગણેશ કરો.’(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here