પાટણમાં હિટ એન્ડ રન : 2 ના મોત

પાટણમાં હિટ એન્ડ રન : 2 ના મોત
પાટણમાં હિટ એન્ડ રન : 2 ના મોત
પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર ગુરુવારે સવારે 8 વાગ્યાની આસપાસ બેકાબૂ આવી રહેલી માર્શલ જીપના ચાલકે પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી રસ્તા પરથી ઊતરીને પૂરઝડપે અન્નપૂર્ણા સોસાયટીની બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

બહાર બેઠેલા 60 વર્ષના એક વૃદ્ધ અને ઘરની બહાર બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી 21 વર્ષની યુવતીને હડફેટે લઈ ફંગોળ્યાં હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં.

પાટણ શહેરમાં વહેલી સવારે ગાડીચાલકની બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં બે લોકોનાં મોત થયાં છે. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી જતાં યુવતી અને વૃદ્ધના કચડાઈ જવાથી બંનેનાં મોત થયાં હતાં.

બેફામ દોડી આવેલી ગાડીને જોઈ ઝૂંપટપટ્ટીના બહાર બેઠેલા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને ગાડીથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા.

Read About Weather here

ગાડી એક જ મકાનમાં ઘૂસી ઊભી રહેતાં વધુ લોકોને અડફેટે લે એ પહેલાં ઊભી રહી ગઈ હતી. ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બાબતે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here