ભારત પાક. સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરવામાં આવતાં હોય છે ત્યારે આ માછીમારોને મુક્ત કરાવવા માટે યુવા કોળી સમાજ ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા (ઉના) અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ (રાજુલા) દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખીને રજૂઆત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમણે જણાવ્યું કે ગુજરાતનાં વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં કોળી સમાજ, ખારવા સમાજ તથા મુસ્લિમ સમાજ સહિતનાં અનેક પરિવારો માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે.આવાં પરિવારો માછીમારી કરી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવતા હોય છે અને માછીમારી તેનું આજીવિકાનું સાધન છે. અજ્ઞાનતા નાં કારણે સરહદ ઓળંગીને પાકિસ્તાન સીમામાં પહોંચી જતા હોય છે તેનાં કારણે સરહદ ઉલ્લંધન બદલ આ માછીમારોને પાકિસ્તાની જેલોમાં કેદ કરવામાં આવતાં હોય છે.
Read About Weather here
બીજી તરફ અહિયાં ગુજરાતમાં અશિક્ષિત પરિવારોનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ હોય છે આવા પરિવારોને ક્યા વિભાગને રજૂઆત કે જાણ કરવી તેની પણ માહિતી હોતી નથી.આથી ભારત સરકાર દ્વારા પાકિસ્તાનની જુદી જુદી જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારોની મુલાકાત લેવામાં આવે તેમજ વહેલી તકે માદરે વતન પહોંચે તેના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરતો પત્ર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તથા ભારતીય હાઈ કમિશન સહિતના વિભાગને પાઠવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here