પાકિસ્તાનની બોટમાંથી ફેંકી દેવાયેલો અઢીસો કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગત તા.30મી મે નાં રોજ જખૌનાં દરિયામાંથી ઝડપાયેલી પાકિસ્તાનની અલ નોમાન બોટનાં ખલાસીઓએ દરિયામાં ફેંકી દીધેલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાનો ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે. દરિયાકાંઠે ફેંકી દેવાયેલો રૂ.અઢીસો કરોડ જેટલો ડ્રગ્સનો જથ્થો શોધી કાઢવામાં એટીએસને સફળતા મળી છે. સાતેય ખલાસીઓની વિધિવત ધરપકડ કરી ઊંડી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાનાં ઓપરેશન સામે એટીએસને વધુ એક જબરી સફળતા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત એટીએસનાં ડીવાયએસપીએ માહિતી આપી હતી કે, થોડા દિવસ પહેલા જખૌનાં દરિયામાંથી પાકિસ્તાનની બોટ રહસ્યમય હિલચાલ કરતી ઝડપાઈ હતી. એ સમયે પ્રારંભિક તપાસમાં બોટમાંથી કશું મળી આવ્યું ન હતું. પરંતુ એટીએસને પાકી બાતમી મળી હતી કે પાકિસ્તાની બોટ મારફત 50 કિલો જેટલો હેરોઈન પદાર્થનો જથ્થો દરિયાકાંઠે ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે.પાકિસ્તાનની બોટમાંથી પકડાયેલા 7 ખલાસીઓની ઊંડી પૂછપરછ કરવામાં આવી રહી હતી. લાંબી પૂછપરછ બાદ ખલાસીઓ પોપટની જેમ બોલવા લાગ્યા હતા અને માદક પદાર્થોનો જથ્થો જખૌનાં દરિયાકાંઠે ફેંકી દીધો હોવાનું કબુલ કરતા એટીએસની ટીમો કામે લાગી ગઈ હતી.

Read About Weather here

લાંબી શોધખોળને અંતે દરિયાકાંઠેથી માદક પદાર્થોનાં પેકેટ મળી આવ્યા હતા. રૂ. અઢી સો કરોડનો માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે જે હેરોઈન હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. હેરોઈનનાં 49 જેટલા પેકેટ મળી આવ્યા છે. આ જથ્થો પાકિસ્તાની ખલાસીઓએ પકડાયા પહેલા દરિયામાં નાખી દીધો હતો. એટીએસ ગુજરાતની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બીએસએફની સહાયથી એટીએસને મોટી સફળતા મળી છે. પાકિસ્તાનીઓ જખૌની આસપાસ જ જથ્થો ઉતારવાના હતા. સ્થાનિક ધોરણે આકાશ નામનો શખ્સ હેન્ડલિંગ કરવાનો હતો એવું પણ ખુલ્યું છે. એટીએસ દ્વારા વધુ તપાસ વેગવાન બનાવવામાં આવી છે અને ખલાસીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here