પશ્ર્ચિમ બંગાળમાં શત્રુધ્ન સિન્હાનો આસન સોલ બેઠક પર વિક્રમ સર્જક ઐતિહાસિક વિજય

પશ્ર્ચિમ બંગાળમાં શત્રુધ્ન સિન્હાનો આસન સોલ બેઠક પર વિક્રમ સર્જક ઐતિહાસિક વિજય
પશ્ર્ચિમ બંગાળમાં શત્રુધ્ન સિન્હાનો આસન સોલ બેઠક પર વિક્રમ સર્જક ઐતિહાસિક વિજય
દેશના ચાર રાજ્યોમાં યોજાયેલી આસનસોલ લોકસભા બેઠક અને વિધાનસભાની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીઓનાં પરિણામો આજે ભાજપ માટે જબરા આંચકારૂપ રહ્યા છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ દબદબો જાળવી રાખી ઐતિહાસિક વિજયમાળા ધારણ કરી છે. ભાજપમાંથી મમતાની પાર્ટીમાં જોડાયેલા શત્રુધ્ન સિન્હાનો આસનસોલ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં બે લાખથી વધુ મતોની જંગી અને વિક્રમી સરસાઈ સાથે અભૂતપૂર્વ વિજય થયો છે. જયારે સિન્હાની જેમ ભાજપ છોડીને ફરી ટીએમસીમાં જોડાયેલા બાબુલ સુપ્રીયોએ બાલીગંજ વિધાનસભા બેઠક પરથી વિજય પ્રાપ્ત કર્યો છે. આ રીતે મમતાની પાર્ટીએ બંગાળમાં સપાટો બોલાવી દીધો છે. પરિણામો જાહેર થયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મતદારોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, મારા રાજ્યની પ્રજાને મારા પક્ષને આ નવા વર્ષની ભેટ આપી છે અને માં. માટી તથા માનુષનાં સૂત્રને લઈને આગળ વધતા મારા પક્ષમાં ફરી વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આસનસોલની બેઠક બાબુલ સુપ્રીયો ભાજપમાં જોડાતા એમના રાજીનામાંથી ખાલી પડી હતી. પરંતુ બાબુલે ભાજપ છોડી ટીએમસીમાં પુન: પ્રવેશ કર્યો હતો અને બાલીગંજ વિધાનસભા પરથી લડ્યા હતા.આસનસોલની પેટા ચૂંટણીમાં શત્રુધ્ન સિન્હાએ ગયા વખતે બાબુલે મેળવેલી સરસાઈથી પણ આગળ વધીને ઈતિહાસ સર્જી દીધો હતો. સિન્હાએ ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પૌલને બે લાખથી વધુ મતોની અભૂતપૂર્વ સરસાઈ મેળવીને સજ્જડ પરાજય આપ્યો હતો. છેલ્લા રાઉન્ડ સમયે સિન્હાને કુલ 4.7 લાખ મતો મળ્યા હતા અને અગ્નિમિત્રાને 2.7 લાખ મતો મળ્યા હતા.

Read About Weather here

બાલીગંજમાં બાબુલ સુપ્રીયોએ લગભગ 20 હજાર મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. અગાઉ બાબુલ સુપ્રીયોને આસનસોલની ચૂંટણીમાં 1 લાખ 93 હજાર મતોની સરસાઈ મળી હતી પણ શત્રુધ્ન સિન્હાએ આજે આ વિક્રમ તોડી નાખ્યો હતો. સિન્હાનાં વિજયને વધાવી લઇ બાબુલ સુપ્રીયોએ પરિણામને કવિન્યાય ગણાવ્યો હતો. બિહારમાં બોચાહન વિધાનસભા બેઠક પરથી રાજદનો વિજય થયો છે. મહારાષ્ટ્રની બે બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારોએ વિજય પ્રાપ્ત કર્યો છે. બાબુલ સુપ્રીયોએ નસીરૂદ્દીન શાહની ભત્રીજી સાયરા શાહ હલીમને પરાજિત કરી હતી. બિહારમાં લાલુયાદવની પાર્ટી રાજદનાં ઉમેદવારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને 36 હજાર મતે પરાજય આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here