છેલ્લા બે દિવસથી ભારે પવન ફુંકાય રહ્યો છે જેના કારણે ગઇકાલે યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી બપોરના ૧.૩૦ વાગ્યા સુધી ગિરનાર રોપ-વે બંધ રાખવો પડયો હતો. ભારે પવન ફુંકાતા સવારથી ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી છે.જો કે બપોર બાદ રોપ-વે સેવા પુનઃ કાર્યરત કરવામાં આવી હતી. દરમિયાન આ લખાય છે ત્યારે ગિરનાર પર્વન પર ભારે પવન ફુંકાતા સવારથી રોપ-વે બંધ રાખવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
ઉષા બ્રેકો કંપનીના રિજીયોનલ હેડ દિપક કપલીસે જણાવેલ કે, સવારના પવનને લઇ રોપ-વે બંધ છે પરંતુ પવન શાંત થયેથી રોપ-વે સેવા કાર્યરત કરવામાં આવશે.સોરઠમાં ભારે પવન વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ધરખમ ઘટાડો થયો છે.છેલ્લા બે દિવસથી ભારે પવન ફુંકાય રહ્યો છે.
Read About Weather here
ગઇકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાાન ૨૨.૯ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે પારો ૭.૬ ડિગ્રી નીચે ઉતરીને ૧૫.૩ ડિગ્રીએ સ્થિર થતા ગુલાબી ઠંડી અનુભવાઇ હતી.સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા રહ્યું હતું. અને પવનની પ્રતિ કલાકની ઝડપ સાત કિમીની રહી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here