અહીં બીચ પર થયેલા દુર્ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. દરિયાકાંઠે બેદરકારી દાખવવી કેટલી ભારે પડી શકે છે તેનું ઉદાહરણ ઓમાનના એક બીચ પરથી જોવા મળ્યું છે. જ્યાં એક જ પરિવારના ત્રણ લોકો દરિયાના મોજામાં તણાઈ ગયા હતા.આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી શશિકાંત મ્હમાને અને તેમની 9 વર્ષની પુત્રી શ્રુતિ અને 6 વર્ષનો પુત્ર શ્રેયસ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here
રોયલ ઓમાન પોલીસના જણાવ્યા અનુસાર શશિકાંત અને તેના બાળકો દરિયામાં ડૂબી ગયા બાદ તેમની શોધખોળ ચાલુ છે.ઓમાન સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે આ લોકોએ મુઘસેલ બીચ પર સર્કલ ક્રોસ કર્યું હતું. દરિયામાં મોજું અથડાયા બાદ આઠ લોકો પડી ગયા હતા. દુર્ઘટના બાદ થોડી જ વારમાં ત્રણ લોકોને બચાવી લેવાયા હતા.સાંગલીના રહેવાસી શશિકાંત મ્હમાને વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર હતા અને દુબઈમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા.
ગત રવિવારે તે તેના પરિવાર અને કેટલાક મિત્રો સાથે ઈદની રજા માટે ઓમાન ગયા હતા. અહીં તે સલાલ્હા વિસ્તારના મોઘસેલ બીચ પર પરિવાર સાથે દરિયાના મોજાની મજા માણી રહ્યા હતા.આ દરમિયાન દરિયામાં એક ભારે મોજું આવ્યું, જેમાં શશિકાંતના બંને બાળકો અને અન્ય ઘણા લોકો તણાઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયાનું ભારે મોજું ત્યાં હાજર લોકોને તણાઈને ખેંચી જાય છે.
Read About Weather here
ઘટના બની ત્યાં સુધી પરિવારના સભ્યોની ઓળખ થઈ શકી નથી.પરંતુ પોલીસે તપાસ દરમિયાન જણાવ્યું કે આ તમામ એશિયા ખંડના રહેવાસી છે. આ ઉપરાંત કેટલાક લોકો તેઓ ભારતીય હોવાનું જણાવી રહ્યા હતા.જીવન બંસોડેએ જણાવ્યું કે, દુ:ખદ અકસ્માતના સમાચાર મળતા જ શશિકાંતના પરિવારના અન્ય સભ્યો ઓમાન ગયા છે.આ ઘટનાનો વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here