પરિણીતાનું રહસ્યમય મોત

પરિણીતાનું રહસ્યમય મોત
પરિણીતાનું રહસ્યમય મોત
રાજસ્થાનમાં રહેતા એક પરિવારે પોતાની દીકરી સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરાવ્યાં હતાં. લગ્ન બાદ દીકરી અમદાવાદ રહેવા આવી હતી. પરંતુ થોડા દિવસ બાદ સાસરિયાઓએ એટલો બધો ત્રાસ આપ્યો કે, દીકરી પિતાને ફોન કરીને આજીજી કરવા લાગી કે અહીંયાં હું નહીં રહી શકું. એક દિવસ પિતાના મોબાઈલ પર ફોન આવે છે કે, તમારી દીકરી બીમાર છે પણ દીકરી બીમાર નહીં તેની લાશ જોવા મળી તે પણ અમદાવાદ નહીં તેના વતન રાજસ્થાનમાં. બાદમાં પરિવારજનોની હાજરીમાં અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. પોતાની દીકરીનું મોત કઈ રીતે થયું તે હજી સુધી નહીં જાણી શકનાર પિતાએ હાલ ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનનાં દ્વાર ખખડાવ્યાં છે

Read About Weather here

અને પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી કરતા સીસીટીવી હાથ લાગ્યા છે. જેમાં પતિ પત્નીની લાશ લઈને જતો દેખાઇ છે.દરેક પિતાને પોતાની દીકરી સાસરીમાં ખુશ રહે તેવી મનમાં આશા હોય છે. પરંતુ ક્યાંક દહેજના કારણે તો ક્યાંક અન્ય કારણે દીકરીને સાસરીમાં દુઃખ પડે ત્યારે પિતા જેમ તેમ કરીને તેને સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ લાલચુ સાસરિયાઓએ પોતાની દીકરીને મારી નાખી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. બીજી તરફ કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં મૃતક પરણીતાને ઊંચકીને કારની અંદર મૂકવામાં આવે છે.

પરિણીતાનું રહસ્યમય મોત પરિણીતા

આ સમગ્ર શંકાસ્પદ બાબતો સામે આવ્યા બાદ હવે પોલીસ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે રાજસ્થાનના આબુરોડ પર રહેતા જયંતીલાલ અચલારામ સુથારની દીકરી પાયલનાં લગ્ન રાજસ્થાનના પાલી પાસે આવેલા સુમેરપુર પાસેના રહેવાસી કરણ મદનલાલ સુથાર સાથે થયાં હતાં. લગ્ન બાદ પાયલ તેના પતિ અને સાસરિયાં સાથે રહેતી હતી. થોડા સમય બાદ પાયલ તેના પતિ કરણ, જેઠ અનિલ અને સાસરિયાંઓ સાથે રહેવા અમદાવાદ આવી ગઈ હતી. અમદાવાદના ચાંદખેડામાં રહેતી પાયલ રોજ નાની-મોટી વાતમાં મેણાં ટોણાં સહન કરતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વર્ષ 2020માં પાયલનાં લગ્ન થયાં હતાં, ત્યારબાદ બે-ત્રણ દિવસ બાદ પાયલના જેઠ અનિલના પણ લગ્ન થયા હતા. લગ્ન બાદ બે ભાઈઓ તેમની પત્નીઓ સાથે અમદાવાદના ચાંદખેડામાં રહેવા માટે આવ્યાં હતાં. પરંતુ થોડા દિવસ બાદ પતિના મોટાભાઈની પત્નીનું કરિયાવર અને પાયલના કરિયાવર વચ્ચે તુલના થવા માંડી હતી. જેના કારણે પાયલ પરેશાન હતી. વારંવાર સાસરિયાઓએ ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. સતત માનસિક યાતનાઓને કારણે પાયલ આ બધી વાત તેના પિતાને કરતી હતી. પરંતુ પિતા દીકરીનું ઘર ન તૂટે તે માટે દીકરીને સમજાવી દેતા હતા. થોડા દિવસો બાદ દીકરી ગર્ભવતી બની તેમ છતાં તેનાં સાસરિયાંઓ તેની પાસે પાંચ લાખ રૂપિયાની માગણી કરતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here