માસૂમોને હવે મમ્મી-પપ્પાના લાડ ક્યારેય નહીં મળે. 5 વર્ષનો પુત્ર ઘરમાં ભેગી થયેલી ભીડને ક્યારેક દરવાજાની તો ક્યારેક દીવાલની પાછળથી જોઈ રહ્યો હતો. મધ્યપ્રદેશના રાયસેનમાં પતિ-પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. બંનેને 8 મહિનાની પુત્રી અને 5 વર્ષનો પુત્ર છે. તે હાલ ગુમસુમ છે. દીકરી ઘોડિયામાં છે.મહિલાના મોબાઈલમાં વ્હોટ્સએપ ઈન્સ્ટોલ મળ્યું છે. મૃતકના ભાઈનું કહેવું છે કે પરિવારમાં કોઈ જ વિવાદ ન હતો. પોલીસે સુસાઈડનું કારણ શોધવામાં લાગી ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
ઘટના બુધવાર રાતની છે. નવલ લોધી (36) અને તેમની પત્ની શિરોમણી લોધી (29) તાલુકા ઓફિસની પાછળ રહેતા હતા. રાત્રે 2.30 વાગ્યે નવલીના મા ગોપી લોધી ટોયલેટ કરવા ઉઠ્યા. કિચનનો ગેટ ખુલ્લો હતો. જઈને જોયું તો ત્યાં પુત્રનો મૃતદેહ ફાંસી પર લટકેલો હતો. પુત્રવધૂની લાશ નીચે પડી હતી.નવલને ત્રણ ભાઈ અને બે બહેનમાં બીજા નંબરે હતો. પરિવાર એક જ મકાનમાં રહે છે. ભાઈ કમલસિંહ લોધીએ જણાવ્યું કે ઘરમાં કોઈ જ વિવાદ ન હતો.

Read About Weather here
નવલ પાનની દુકાન ચલાવતો હતો. આ ઉપરાંત ખાલી સમયમાં તે વાન પણ ચલાવતો હતો. એડિશનલ SP અમૃત મીણા, SDOP અદિતિ ભાવસાર, કોતવાલી TI આશીષ સપ્રેએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી. પોલીસનું કહેવું છે કે મૃતકના મોબાઈલમાંથી વોટ્સએપ અનઈન્સ્ટોલ છે. એક રીતે જોતા એવું લાગે છે કે પહેલાં પત્નીએ કિચનમાં ફાંસી લગાવી, જે બાદ પતિએ તેને ફંદા પરથી ઉતારી અને પોતે ફાંસી પર લટકી ગયો.રોજની જેમ 10 વાગ્યા સુધી ભાઈ-ભાભીની સાથે જમ્યાં, પછી અમે બધાં વાતો કરવા લાગ્યા. સુતાં પહેલાં ભાઈ રાત્રે 11 વાગ્યા સુધી બાળકોની સાથે છત પર રમી રહ્યાં હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here