પત્નીએ ડુસકા ભરતા છાતી પર બેસી ગળું દબાવ્યું હતું : ઘર જમાઇની કબૂલાત

પત્નીએ ડુસકા ભરતા છાતી પર બેસી ગળું દબાવ્યું હતું : ઘર જમાઇની કબૂલાત
પત્નીએ ડુસકા ભરતા છાતી પર બેસી ગળું દબાવ્યું હતું : ઘર જમાઇની કબૂલાત
પત્ની અને પુત્રીને ઝેર મિશ્રિત આઇસ્ક્રીમ ખવડાવી મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિ તેજસ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, મોડી રાત્રે આઇસક્રીમ ખાધા બાદ પત્ની શોભનાએ હલનચલન કરતા અને ડુસકા ભરતા તેણે પત્નીની છાતી પર બેસી જઇ તેનું ગળું દબાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

તદુપરાંત પુત્રીના મોઢા પર તકીયું લગાવી તે પણ જીવતી ન રહે તેના માટેના પ્રયાસો કર્યાં હતા. આ ઘટના બાદ પણ બંને જીવિત ન રહે તે માટે સતત એક કલાક સુધી પત્ની અને પુત્રીના મૃતદેહનું તેજસે સતત ઓબ્ઝર્વેશન કર્યું હતું.

વડોદરા શહેરના સમા વિસ્તારના ચંદન પાર્કમાં માતા અને પુત્રીના રહસ્યમય મોતમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. પતિએ ગૃહકલેશ, પ્રેમ પ્રકરણ સહિતના કારણોથી કંટાળીને પત્ની અને પુત્રીને આઇસ્ક્રીમમાં ઝેર આપ્યા બાદ બંનેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ખૂલ્યું હતું.

રાત્રે 10.30 વાગ્યે : પુત્રી સોસાયટીના કોમન પ્લોટમાં ગરબા રમી ઘરે આવી

રાત્રે 11 વાગ્યે : પહેલેથી જ આઈસ્ક્રીમ લઈને આવેલા તેજસે ઝેર મિશ્રિત આઈસ્ક્રીમ પત્ની અને પુત્રીને ખવડાવી પોતે ઝેર વિનાનો આઈસ્ક્રીમ ખાધો.

રાત્રે 12.30 વાગ્યે : પત્ની હલનચલન કરી ડુસકા ભરવાનું શરૂ કરતાં તેજસ તેની છાતી પર બેસી જઈ ગળું દબાવ્યું. ઝપાઝપીમાં પત્નીના ગળા પર ઇજા થઇ.

રાત્રે 12. 40 વાગ્યે : પુત્રી જીવિત ન રહે તે માટે તેના મોઢા પર તકીયો મૂકી દબાવી રાખ્યું.

રાત્રે 2 વાગ્યે : બંને મોતને ભેટ્યા હોવાની ખાતરી કરી રાતે 2 વાગે તેજસ નીચે આવ્યો અને પત્ની અને પુત્રી ઉઠતા નથી તેમ તેના સાળાને જણાવ્યું.


ગત 10 ઓક્ટોબરની મોડી રાત્રે દોઢ-બે વાગ્યાના સુમારે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી ચંદનપાર્ક સોસાયચીમાં ઘરજમાઇ તરીકે રહેતા તેજસ પટેલે નીચે રહેતા સાળા જીતેન્દ્ર બારીયાને ઉઠાડી પત્ની શોભના(ઉ.36) અને કાવ્યા(ઉ.6) જાગતા નથી,

તેમ જણાવતા પરિવારજનો બંનેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. જોકે, મૃતક પત્ની શોભનાબેનના ગળા પર ઇજાના નિશાન અને પીએમમાં પેટમાં ઝેરની માત્રા મળી આવી હતી.

તેજસ ધો.12 સુધી ભણેલો હતો. જ્યારે શોભનાએ બી.એ.નો અભ્યાસ કર્યો હતો. તેજસ કરતા શોભનાબેન ઉંમરમાં 6 વર્ષ મોટા હતા. તેજસ વર્ષ-2016થી સાસરીમાં ઘર જમાઇ તરીકે રહેતો હતો. જે તેને પસંદ ન હતું.

પત્ની શોભના સાથે અવાર-નવાર તેજસની માતા અને બહેન મુદ્દે ઝઘડા થતા હતા. તેજસનું અન્ય યુવતી સાથે પ્રેમ હોવા મુદ્દે પણ બંને વચ્ચે ખટરાગ સર્જાતો હતો. એક વાર તેજસે ધમકી આપતા જણાવ્યું હતું કે તું તારી સાસુ કે નણંદ વિશે કઇ બોલીશ તો હું બંનેને કઈ કરી નાખીશ અથવા હું કઈ કરી લઈશ.

તેજસનાં મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાં ઝેરી દવાથી કેવી રીતે વ્યક્તિ મરી શકે તે પ્રમાણેની માહિતી મળતા જ પોલીસે પતિ તેજસની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી

કે રાતે પુત્રી કાવ્યા ગરબા રમીને આવ્યા બાદ તેજસે અગાઉથી લાવેલી આઇસ્ક્રીમમાં ઉંદર મારવાની દવા મિશ્રિત કરી પત્ની શોભના અને પુત્રી કાવ્યાને ખવડાવ્યો હતો.

તેણે પોતે ઝેરના મિશ્રણ વિનાની આઈસ્ક્રીમ ખાધી હતી. આઇસ્ક્રીમ ખાધા બાદ પત્ની અને દીકરી સૂઇ ગયા હતા. થોડા સમય બાદ શોભનાએ ઝેરી દવાના કારણે ડુસકા ભરવાનું ચાલુ કરતા તેજસ ચોંકી ઉઠ્યો હતો.

તુરતજ તે પત્ની શોભનાની છાતી પર બેસી ગયો હતો અને ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ પુત્રી કાવ્યા પણ જીવતી ન રહે તે માટે નિર્દયી પિતાએ તેના મોઢા પર તકિયું મૂકી દબાવી દીધું હતું.

Read About Weather here

સમામાં માતા- પુત્રીના ભેદી મોતમાં બેવાર તપાસ બાદ પોલીસને ધાબા પરથી ઝેરી દવા મળી હતી જો કે પડોશીઓને શંકા હતી કે સોસાયટીમાં ઉંદરનો ત્રાસ નથી તો દવા કેમ લવાઇ હતી. આ કેસ આપઘાતનો નહીં હત્યાનો છે. જે તપાસ બાદ શંકા સાચી ઠરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here