પતિ ખુદ લેસ્બિયન વાળી સ્ટોરી લખી મારી પાસે પ્લે કરાવતા…!

પતિ ખુદ લેસ્બિયન વાળી સ્ટોરી લખી મારી પાસે પ્લે કરાવતા...!
પતિ ખુદ લેસ્બિયન વાળી સ્ટોરી લખી મારી પાસે પ્લે કરાવતા...!

વીડિયોની શરૂઆતમાં યુવતી પોતાનું નામ જણાવી રહી છે. તેમજ પોતાને કયા પ્રકારની તકલીફ પડી રહી છે. તેમજ આ તકલીફમાંથી મુક્ત થવા માટે, મુક્ત કરાવવા માટે તે લોકો પાસે આજીજી કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકોટ શહેરની એક યુવતીએ  પોતાના ચાર વર્ષના દીકરા સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે. યુવતીએ પોસ્ટ કરેલા વીડિયોમાં તે પોતે રડતી દેખાઈ રહી છે.

નવ મિનિટ અઢાર સેકન્ડના વીડીયો માં યુવતી પોતાના પૂર્વ પતિ પર કેટલાક ચોંકાવનારા આક્ષેપો કરી રહી છે. તો સાથે જ છેલ્લા 11 વર્ષમાં પોતાની સાથે ક્યા ક્યા બનાવો બન્યા પોતાની પર કોણે કોણે શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો તે તમામ બાબતની કહાણી યુવતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડિયો માં જણાવી રહી છે.

 યુવતી વીડિયોની શરૂઆતમાં જણાવી રહી છે કે હાલના સમયમાં કોઈ પાસે અન્ય કોઈની સમસ્યા સાંભળવાનો સમય નથી. પરંતુ મારી મજબૂરી છે કે, મારે લોકો સુધી મારી વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

વીડિયોમાં યુવતી જણાવી રહી છે કે તેને ત્રણ વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ તેના પુત્રનું મોઢું આવતા તે આત્મહત્યા નથી કરી શકી.

વીડિયોમાં યુવતીએ જણાવ્યું છે કે તેના છૂટાછેડા બે મહિના પૂર્વે થઇ ચુક્યા છે. પરંતુ હજુ પણ તેનો પૂર્વ પતિ તેના કામના સ્થળ પર તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ તેના પરિચિતો દ્વારા તેને હેરાન પરેશાન કરી રહ્યો છે. 

યુવતી જણાવી રહી છે કે 2014માં તેના લગ્ન થયા હતા. લગ્ન થયાના આઠથી દસ મહિના બાદ પરિવારમાં કલહ-કંકાશ શરૂ થયો હતો. તેના પૂર્વ પતિ ના પિતા એટલે કે પૂર્વ સસરા દ્વારા પણ તેની સાથે ત્રાસ ગુજારવામાં આવતો હતો.


પૂર્વ સસરાએ તેના દીકરાને કહ્યું હતું કે, આની સાથે તો તમામ સંબંધો કાપી નાખ. આ આપણા ઘરમાં ન ચાલે. ત્યાર બાદ યુવતી પોતાના પિયર ના લોકો સાથે રહેતી હતી.

પરંતુ બાદમાં તેનો પતિ સાસરીયે ગયો હતો અને ત્યારબાદ પોતાની સાથે પોતાની પત્નીને રાખવા સહમત છે. તે પ્રકારનું વચન આપી યુવતીને લઈ તે ગાંધીધામ શિફ્ટ થયો હતો.

ગાંધીધામ શિફ્ટ થયા બાદ પણ મારા પતિ મારા પર શંકા કુશંકા કરતા હતા. તેમજ ગાંધીધામ ખાતે પણ મારા પતિનું એક્સટર્નલ મેરિટલ અફેર ચાલતું હતું. ગાંધીધામ ખાતે પણ મારા પતિ મારા પર હાથ ઉપાડતા હતા.

ત્યારબાદ મારો ભાઈ મને રાજકોટ લઈને આવી ગયો હતો. પ્રેગ્નન્સી દરમિયાન પણ મારા પતિએ મારી સાથે મારકૂટ કરી હતી.

મારા પતિ લેસ્બિયન વાળી સ્ટોરી લખતા હતા અને ત્યારબાદ તે લેસ્બિયન વાળો રોલ ખુદ મને કરવાનો આગ્રહ પણ કરતા હતા. ત્યારે મારા પતિ માથે ઉભા રહીને મને રોલ કરાવડાવ્યો હતો.

ગત દેવદિવાળીએ મારા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા હતા મારા પતિએ મને બટકું ભર્યું હતું.જે બાદ કોર્ટ કેસ પણ ચાલ્યો હતો અને બે મહિના પહેલાં જ અમારા બંનેના છૂટાછેડા થયા છે.

અત્યાર સુધીમાં બે વખત મારા પુત્ર અને તેના પતિને મળાવવા માટે લઈ ગઈ છું. પરંતુ બંને વખત ઝઘડાઓ જ થયા છે.

Read About Weather here

છુટાછેડા માં એક શરત મુકવામાં આવી છે જે મુજબ મારે મહિનામાં એક દિવસ મારા પુત્રને મારા પતિને મળવા દેવાનો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here