પતિએ બ્લાસ્ટ કરી પત્નીને ઉડાવી દીધી…!

પતિએ બ્લાસ્ટ કરી પત્નીને ઉડાવી દીધી…!
પતિએ બ્લાસ્ટ કરી પત્નીને ઉડાવી દીધી…!
અરવલ્લી જિલ્લાના મેઘરજના બીટા છાપરામાં એક પતિએ બ્લાસ્ટ કરી પત્નીને ઉડાવી દીધી હતી. પતિએ કમરમાં ડાયનામાઇટ (જેલીટીન કેપ) વીંટાળી બીટીછાપરા પહોંચી તેના પત્ની શારદાબેનને ભેટી પડતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. પિયરમાં આવેલી પત્નીની પતિએ હત્યા કરી નાખતા ચકચાર મચી છે. જેથી શારદાબેનના શરીરના ફૂરચેફૂરચા ઉડી જતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું.અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી પત્નીને તેના સનકી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી નાખી હતી. જેને લઈ ભારે સનસનાટી મચી હતી. ભેદી બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાને પગલે ઇસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતા સમજી એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ભેદી બ્લાસ્ટની ઝીણવટભરી તપાસ હાથધરી એફએસલની મદદ લીધી હતી. પતિએ પત્નીને બ્લાસ્ટમાં ઉડાડી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાયો હતો. ભેદી બ્લાસ્ટના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.રાજ્યમાં ઘરકંકાશ કે શંકામાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છ. નજીવી બાબતે પણ કત્લેઆમ થઈ રહ્યા છે. ત્યારે અરવલ્લીમાં પણ એક પતિએ પત્નીની હત્યા કરવા જે માર્ગ અપનાવ્યો તે વિચાર માત્ર જ ભલભલાના કાળજા કંપાવી નાખનારો છે.

બીટી છાપરા ગામમાં પિયર આવેલી પત્નીને પતિએ બ્લાસ્ટ કરી હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર બીટીછાપરા ગામના શારદાબેન પગીના લગ્ન મુલોજનાં ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતા. લગ્નના સુખી સંસારના ભાગરૂપે 20 વર્ષીય એક પુત્ર પણ છે. શારદાબેન પગી તેમના પિયર બીટી છાપરામાં આવ્યા હતા, ત્યારે ગુરુવારે રાત્રે તેમનો પતિ કમરમાં ડાયનામાઇટ (જેલીટીન કેપ) વીંટાળી બીટીછાપરા પહોંચી તેના પત્ની શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.

Read About Weather here

પતિએ પત્નીની હત્યા કરવા એક્પ્લોઝીવ ડિવાઇસનો ઉપયોગ કરતા ઘટનાસ્થળે પહોંચેલી ઈસરી પોલીસ પણ ચોકી ઉઠી હતી આ અંગે જિલ્લા પોલીસવડાને જાણ કરતા જિલ્લા પોલીસવડા સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.જેથી શારદાબેનના શરીરના ફૂરચેફૂરચા ઉડી જતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. લાલાભાઇના શરીરે પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ભેદી બ્લાસ્ટના પગલે લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઈ ચોકી ઉઠ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here