પતિએ પત્ની ઉપર પેટ્રોલ છાંટી સળગાવી…!

ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતાં 5 બાળકો સહિત 7 જીવતા ભડથું
ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતાં 5 બાળકો સહિત 7 જીવતા ભડથું
કામિની લગ્ન કર્યા બાદ સાસરીમાં જ રહેતી હતી એ દરમિયાન તેમને બે સંતાન પણ થયા હતા. જોકે, થોડાક સમયથી પતિ જિગનેશ તેમની પત્ની કામિની ઉપર શંકા અને વહેમ રાખીને ઝઘડો અને તકરાર કરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વારંવાર કંકાસથી કંટાળીને કામિનીબેન તેમના પિયર ચાલી ગયા હતા. ઉમરગામના ટાઉન સ્થિત ભાઠા ફળિયામાં માછી મંદિરમાં રહેતી 32 વર્ષીય ભોગ બનનાર મહિલા કામિનીએ બાર વર્ષ અગાઉ ઉમરગામ ટાઉનમાં રહેતા પતિ જીગ્નેશ રમેશભાઈ રાજપૂત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

ઉમરગામ જીઆઇડીસીમાં નોકરી કરી હાલ કામિની પરિવારનું પોષણ કરે છે. કામિનીને તેમના પતિ જીગ્નેશએ પીયરથી પોતાના ઘરે આવવા માટે પણ સમજાવી હતી. જોકે, ખરાબ સ્વભાવના કારણે તેઓ પરત ફર્યા ન હતા.

પત્ની પાસે જઇ સાસરે પરત કરવા દબાણ કર્યું હતું સાથે જ પગારમાંથી બચત કરેલ રૂપિયાની માંગણી પણ કરી હતી ત્યારબાદ બંને વચ્ચે સંબંધો વણસી ગયા હતા. સોમવારે સવારે કામિતી તેમની મિત્ર સાથે નોકરીએ જવા માટે ઉમરગામ કન્યા શાળા સામે રીક્ષાની રાહ જોતી ઊભી હતી.

આ દરમિયાન પતિ જિગ્નેશ ત્યાં આવીને ખાનગી વાત કરવી છે કહીને કામિનીને રોડની સાઇડે લઇ જઇ સાથે લાવેલું પેટ્રોલ જેવું પ્રવાહી કામિની ઉપર નાંખીને લાઇટરથી આગ ચાપી ફરાર થઇ ગયો હતો.

ઉમરગામ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પીડિતાને સારવાર અર્થે દમણની મરવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ મહિલા ભાનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

Read About Weather here

ભોગ બનનાર કામિનીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમની સહેલી અને સ્થાનિક દોડી આવીને કામિનીને બચાવી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here