હવે વર્ક ફ્રોમ હોમના કાયદા માટેના બિલને સંસદનું ઉપલું ગૃહ એટલે કે સેનેટની મંજૂરીની રાહ જોઈ રહી છે. યુરોપના દેશ નેધરલેન્ડની સંસદ વર્ક ફ્રોમ હોમને કાયદાકીય અધિકારનું સ્વરૂપ આપવા જઈ રહી છે. ગત સપ્તાહે સંસદના નીચલા ગૃહમાં આ માટે એક બિલ પસાર કરવામાં આવ્યું છે. અહીંયા નોધવું રહ્યું કે, નેધરલેન્ડમાં કંપનીઓ હાલ કારણ વગર કર્મચારીઓની વર્ક ફ્રોમ હોમની રિકવેસ્ટ ફગાવી રહી છે, પરંતુ આ કાયદો પસાર થયા બાદ કંપનીઓએ રિકવેસ્ટ ફગાવવાનું કારણ રજૂ કરવું પડશે.
Visit Saurashtra Kranti Homepage here
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ગ્રોએનલિંક્સ પાર્ટીની સેના માટોંગ કહ્યું કે, આ બિલ પાસ થવાથી કર્મચારીઓને પોતાના જીવનમાં સંતુલન રાખવામાં મદદ મળશે. સાથે જ ટ્રાવેલિંગમાં લાગતો સમય પણ બચશે. સાન માટોંગ આ બિલ તૈયાર કરનાર સાંસદોની સમિતિના સભ્ય પણ છે. ૨૦૧૫માં નેધરલેન્ડની સંસદમાં ફલેક્સિબલ વર્કિંગ એક્ટ લાવવામાં આવ્યો હતો. આ બિલમાં કર્મચારીઓ કામના કલાક, શેડ્યુઅલ અને કામકાજના સ્થળમાં ફેરફાર માટે વિનંતી કરી શકે છે. અહીંયા નોંધવું રહ્યું કે, યુરોપીય દેશોમાં કોરોના મહામારી પહેલાંથી વર્ક ફ્રોમ હોમનું કલ્ચર રહ્યું છે.
Read About Weather here
યુરોસ્ટેટના રિપોર્ટ અનુસાર નેંધરલેન્ડમાં કોરોના મહામારી પહેલા પણ ૧૪ ટકા લોકો વર્ક ફ્રોમ કરતા હતા. ૨૦૨૦માં કોરોના મહામારીના પીક પોઈન્ટે પહોંચી, ત્યાર બાદ વર્ક ફ્રોમ હોમના કલ્ચરમાં વિક્રમજનક ઉછાળો નોંધાયો છે.હવે વર્ક ફ્રોમ હોમનું બિલ પાસ થવા જઈ રહ્યું છે, જે ૨૦૧૫ના બિલનું વિસ્તરણ છે.નેધરલેન્ડની સંસદમાં જયારે આ બિલ પાસ થયું છે, ત્યારે દુનિયાભરની કંપની પોતાના કર્મચારીઓને પરત ઓફિસ બોલાવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here