એક પછી એક નેતાઓ સંક્રમિત થતા મંત્રીઓની પ્રતિક્રિયા
જે પાલન ન કરે એ લોકો ખૂદ જવાબદાર: ઋષિકેશ પટેલ
સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં કોરોના સંક્રમણે હદ વટાવી છે. રોકેટ ગતિ એ કેસો આગળ વધી રહ્યા છે. હવે કોરોના મહામારી એ નેતાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોય તેમ એક પછી એક નેતાઓ સંક્રમિત થઇ રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
ભાજપનાં પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ડો.ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષ ચાંગેલા, યુ.પી. નાં ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા ભાજપનાં નેતા ધનસુખ ભંડેરી, ધારાસભ્ય પરસોતમ સાબરીયા કોરોના સંક્રમિત થયા છે. મનીષ ચાંગેલા તો બીજીવખત કોરોના પોઝીટીવ થયા છે. નેતાઓ સંક્રમિત થતા સરકારમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ સ્પષ્ટ સલાહ આપી છે કે, નેતાઓ નિયમમાં રહે.
Read About Weather here
કોરોનાનાં પ્રોટોકોલનું તમામ લોકો એ પાલન કરવું જોઈએ. બીજીતરફ રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એવી ટકોર કરી છે કે, જે લોકો સંક્રમિત થાય છે અને કોરોનાનું પાલન નથી કરતા તેની જવાબદારી એ લોકોની છે. કોરોનાનાં નિયમનું આપણે પાલન કરવું જોઈએ.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here