આ ઉપરાંત તે ડાન્સ શોમાં જજ તરીકે જોવા મળે છે. નીતુ સિંહ હાલમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ નીતુ સિંહનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે રિયલ તથા રીલ વહુ અંગે વાત કરે છે.નીતુ સિંહ ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ના સેટ પર જોવા મળે છે. ફોટોગ્રાફર્સને જોતા જ નીતુ સિંહ તેમના ઓવરણાં લે છે અને ‘જુગ જુગ જિયો’, ‘જુગ જુગ જિયો..’ કહે છે.
Visit Saurashtra Kranti Homepage here
![નીતુ સિંહ.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/12/72_1652355021.jpg)
આ દરમિયાન એક ફોટોગ્રાફર સવાલ કરે છે કે તમારી વહુ કિઆરા ‘ભૂલ ભુલૈયા 2’માં આવી રહી છે. આ અંગે તમે શું કહેશો? ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં કાર્તિક આર્યન છે.ફોટોગ્રાફરનો આ સવાલ સાંભળીને નીતુ સિંહે કહ્યું હતું, ‘તું મારી વહુ પાછળ કેમ પડી ગયો છે?’ ફોટોગ્રાફરે પછી કહ્યું હતું, ‘તમારી વહુ બહુ જ પ્રેમાળ છે, પછી તે આલિયા હોય કે કિઆરા. બંને શાનદાર છે.’ નોંધનીય છે કે નીતુ સિંહના દીકરા રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.
![શોમાં નીતુ સિંહ ઉપરાંત મરઝી તથા નોરા ફતેહી જજ પેનલમાં છે.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/12/71_1652355032.jpg)
Read About Weather here
![હોસ્ટ કરન કુંદ્રા સાથે.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/12/7_1652355040.jpg)
કિઆરાએ સો.મીડિયામાં આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, મારી તથા તમામની પ્રેમાળ સાસુમા.ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં નીતુ સિંહના વહુના રોલમાં કિઆરા અડવાણી છે. આ ફિલ્મથી નીતુ સિંહે બોલિવૂડમાં કમબેક કર્યું છે.કરન જોહરની આ ફિલ્મ 24 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, વરુણ ધવન છે.
![નીતુ સિંહ ફોટોગ્રાફર પર અકળાઈ ગયા…! ફોટોગ્રાફર](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/12/untitled-1_1652354887.jpg)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here