નિષ્ઠા અને સમર્પણ હોય તો કોઈપણ માર્ગે દેશની સેવા કરી શકાય છે : મંત્રી માંડવીયા

નિષ્ઠા અને સમર્પણ હોય તો કોઈપણ માર્ગે દેશની સેવા કરી શકાય છે : મંત્રી માંડવીયા
નિષ્ઠા અને સમર્પણ હોય તો કોઈપણ માર્ગે દેશની સેવા કરી શકાય છે : મંત્રી માંડવીયા

ઉપલેટાના પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું છાત્રોને પ્રેરક પ્રવચન

ઉપલેટાના પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ભારતની ગૌરવપૂર્ણ વિરાસતનો પરિચય આપ્યો હતો સાથે છાત્રોને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને પોતાના દરેક કર્તવ્યો નિભાવવા પ્રેરણા આપી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત છાત્રોને સંબોધતા માંડવીયાએ કહ્યું હતું કે, રાષ્ટ્ર માટે જીવવા વાળા લોકો પોતાના વિચારો સાથે સમાધાન નથી કરતા.રાષ્ટ્ર માટે જીવવું અને કંઇક કરવું એ બધાની જવાબદારી છે. આજના યુવાનો રાષ્ટ્ર માટે જીવવાનો નિર્ણય લે એટલા માટે આ રાષ્ટ્ર કથા યોજાય છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એ વિચાર કે, આપણે આપણા વારસાનું ગૌરવ કેમ ન લઈ શકીએ? તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે,ભારતની લોકશાહી વિશ્ર્વની સૌથી મોટી જ નહીં, વિશ્ર્વની સૌથી જૂની લોકશાહી પણ છે. મહાભારતના શાંતિ પર્વમાં પણ સભા, સમિતિઓના ઉલ્લેખ છે.
વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતનું મોડેલ આપ્યું છે,તે અંગે તેમણે કહ્યું હતું કે, આપણા પ્રાચીન વારસાના ગૌરવ સાથે આપણે આ દેશને આત્મનિર્ભર બનાવીએ. ભારતમાં ક્યારેય મેનપાવર કે બ્રેઈન પાવરની અછત નહોતી પણ આક્રાંતાઓના ઇતિહાસ ભણાવીને આપણો ગૌરવપૂર્ણ વારસો ભુલાવી દેવાયો હતો. આપણી ભાવના વસુધૈવ કુટુમ્બકમની છે. કોવિડના કપરા સમયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે,એ સમયે દેશમાં દવાનો સ્ટોક પૂરતો હતો. પરંતુ વડાપ્રધાનએ દુનિયાને દવા પૂરી પાડવા માટે પ્રેરણા આપી ભારતે વિશ્ર્વને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોવિડ સમયે આપણા ફાર્મા ઉદ્યોગનું સાચું સામર્થ્ય બહાર આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો નિષ્ઠા અને સમર્પણ ભાવ હોય તો કોઈપણ માર્ગે દેશની સેવા કરી શકાય છે. મારું કર્તવ્ય મારા રાષ્ટ્ર પ્રત્યે છે, એ પ્રેરણા લઈને અહીંથી જજો. આ તકે ઉપસ્થિત સુપ્રીમ કોર્ટના જસ્ટીસ દિનેશ મહેશ્ર્વરીએ જણાવ્યું હતું કે, આ શિબિરમાં જીવનનું શિક્ષણ મળે છે.કોઈપણ સ્થિતિમાં કેમ જીવવું, પડકારોનો કેમ સામનો કરવો,લઘુતમ જરૂરિયાતમાં કેમ રહેતા શીખવું, જીવનને મજબૂત કેમ બનાવવું એ બધું અહીંથી શીખવા મળે છે.

Read About Weather here

આ અવસરે ઇસરોના સિનિયર વૈજ્ઞાનિક કે.કિશોર તથા સ્વામી ધર્મબંધુજીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ તકે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, રાજકોટના પ્રવીણભાઈ માકડિયા, નિવૃત્ત મેજર જનરલ જી.ડી.બક્ષી, જમ્મુ કાશ્મીર પોલીસના ડી.જી. દિલબાગસિંઘ, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here