નિર્દયતાએ હદ વટાવી

નિર્દયતાએ હદ વટાવી…!
નિર્દયતાએ હદ વટાવી…!
નીલગાયના મોત બાદ તેને ટ્રેક્ટર પાછળ બાંધી દેવામાં આવી હતી. ગામની શેરીઓમાં લગભગ એક કિલોમીટર સુધી ઘસડીને લઈ જવામાં આવી હતી. મધ્ય પ્રદેશના ગ્વાલિયર વિસ્તારના દતિયામાં પ્રાણીઓ પર ક્રૂરતાનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પશુ વાડામાં ઘૂસી ગયેલી નીલગાયને ઘેરી લેવામાં આવી હતી અને તે અંતિમ શ્વાસ ન લે ત્યાં સુધી માર મારવામાં આવ્યો હતો. લોકોની ક્રૂરતા એટલે જ અટકી ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ગાયને એટલી હદ સુધી ઘસડીને લઈ જવામાં આવેલી કે ગાયની ચામડી પણ ઉતરી ગઈ હતી. ગામની કોઈ વ્યક્તિએ આ ક્રુરતાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ અને વન વિભાગની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને ગાયના મૃતદેહને પોતાના કબજામાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલ ટ્રેક્ટર પણ કબજામાં લેવામાં આવ્યું છે.

આ ઘટના ધીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના અકોલા ગામની છે. મંગળવારે સાંજે નીલગાય કંચન નામની વ્યક્તિના ઢોરના શેડમાં ઘૂસી ગઈ હતી. નીલગાય ગામમાં આવી હોવાની માહિતી મળતા જ ગામના કેટલાક લોકોએ તેને ઘેરી લીધી અને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું. એક તબક્કે નીલગાય ભાગી ગઈ હતી પણ તેમણે તેનો પીછો કર્યો હતો, આ ઘટનામાં જેમાં કેટલાક ગ્રામીણોને ઈજા પહોંચી હતી. બાદમાં ગાયને ઘેરી લઈ ખૂબ જ માર મારવામાં આવ્યો હતો જેને લીધે નીલગાયનું મૃત્યુ થયું.

ગામમાં પહોંચેલી ભાસ્કરની ટીમને ગામ લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે નીલગાયને કેટલાક લોકો દ્વારા ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. લોહીલુહાણ થયા પછી પણ તેની ઉપર લાકડીઓનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. નીલગાયના મોત બાદ એક યુવક ટ્રેક્ટર લાવ્યો હતો અને તેને બાંધીને લગભગ એક કિલોમીટર સુધી ખેંચીને ગામની બહાર ફેંકી દીધી હતી.

જ્યારે ભાસ્કરની ટીમે ગામના લોકો સાથે વાત કરી તો તેમણે કહ્યું કે નીલગાય પાગલ થઈ ગઈ હતી. વારંવાર તેને જંગલમાં લઈ જવામાં આવતી હતી, પરંતુ તે પાછી આવી જતી હતી. તે ઢોરાના શેડમાં ઘુસીને અન્ય પ્રાણીઓને હેરાન કરતી હતી. જેને લીધે ગામના લોકો કેટલાક દિવસોથી તેમનાથી ખૂબ નારાજ હતા. ગ્રામીણોનો આક્ષેપ છે કે તેમણે વન વિભાગને જાણ કરી હતી, પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતુ. નીલગાય ઘેરામાં પ્રવેશી હતી, તેને ભગાડવાના પ્રયત્ન કરવામાં આવેલા.

Read About Weather here

પોલીસ સ્ટેશનના પ્રભારી દર્શન શુક્લાએ જણાવ્યું હતું કે માહિતી મળતાં તેઓ વન વિભાગની ટીમ સાથે ગામમાં ગયા. નીલગાયના મૃતદેહને લીધા બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું હતુ કે ટ્રેક્ટર માલિક ઘટના સમયે ગામમાં ન હતો. ટ્રેક્ટરની ચોરી કરીને કોઈએ આ કામ કર્યું છે. આરોપીની ઓળખ શોધવામાં આવી રહી છે.નીલગાયને જે ટ્રેક્ટર સાથે બાંધી હતી તે તેને ખેંચીને લઈ ગયા હતા. ટ્રેક્ટર માલિકની ધરપકડ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here