નારાજ નેતાઓ કોંગ્રેસ છોડવાના મુડમાં?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ કોંગ્રેસનાં એક ક્દાવર નેતા, બે વર્તમાન કોર્પોરેટરને લઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાનાં અહેવાલોથી કોંગ્રેસમાં છેક શહેરથી ગાંધીનગર સુધી ભારે ખળભળાટ મચી ગયો છે અને ભૂકંપ સર્જાયો છે. હવે રાજકીય નિરીક્ષકોનું માનીએ તો નારાજ નેતાઓ પક્ષ છોડી રહયાની સંભાવના નિરીક્ષકોએ વ્યક્ત કરી છે. સુમાહિતગાર સાધનો અને રાજકીય જાણકારો પાસેથી એવા સંકેત મળ્યા છે કે, ઇન્દ્રનીલ ઈફેક્ટને પગલે રાજકોટમાંથી હજુ ઘણાબધા નારાજ પૂર્વ કોર્પોરેટર સહિતનાં અગ્રણી કાર્યકરો અને હોદ્દેદારો કોંગ્રેસને કાયમ માટે ‘બાય-બાય’ કરી શકે છે. નારાજ નેતાઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ તો કોઈ આમ આદમી પાર્ટીનાં આંગણે પહોંચે તેવી શક્યતા જોવાઈ રહી છે. જો આવું થાય તો કોંગ્રેસનાં સંગઠનને ભારે મોટો ફટકો પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકીય સુત્રો વિશ્વાસ સાથે એવો દાવો કરી રહ્યા છે કે, હવે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે કોંગ્રેસ છોડી જવાની ઘટનાને સાકાર થવામાં વાર નહીં લાગે. હજુ ગઈકાલે દિલ્હીથી કોંગ્રેસ મહાસમિતિનાં મંત્રી કક્ષાનાં નેતા રાજકોટ આવી ગયા. હોદ્દેદારો સાથે વિચારવિમર્શ કર્યો પણ એમને અગ્રણી નેતા કોંગ્રેસ છોડી રહ્યાની ગંધ સુધ્ધા ન આવી અથવા તો જાણકારી મળ્યા છતાં નેતાની વિદાયને રોકી ન શક્યા એ અંગે પણ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઇ રહી છે. દિલ્હીથી એઆઈસીસી નાં નેતા આવ્યા અને બીજા જ દિવસે શહેરનાં કોંગ્રેસનાં કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય એમના વિશ્વાસુ સાથીદારોને લઈને ‘આપ’માં જોડાઈ જાય એ ઘટના કોંગ્રેસનાં નિષ્ફળ ડેમેજ કંટ્રોલ અંગે ઘણું કહી જાય છે.

આગામી દિવસોમાં હજુ વધુ ઘણાબધા પૂર્વ કોર્પોરેટર સહિતનાં અગ્રણી નેતાઓ અને પક્ષમાં અકળામણ અનુભવી રહેલા કાર્યકરોની મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં જોડાઇ જાય તેવા ભણકારા વાગી રહ્યા છે. આજે જે નેતાએ પક્ષ છોડ્યો છે તેના અંગે કોંગ્રેસનાં કોઈ નેતા તરફથી હજુ સુધી કોઈ સતાવાર પ્રક્રિયા મળી નથી પણ અંદરખાને ગજબની ઉથલપાથલ અને દોડધામ મચી ગઈ છે. તેવું ખૂદ કોંગ્રેસનાં આંતરિક વર્તુળો જણાવે છે. કેમકે કોંગ્રેસ માટે રાજકોટનો ગઢ જીતવો હોય તો શક્તિશાળી નેતાઓનો સહયોગ અત્યંત જરૂરી છે. રાજકોટ હોય કે અન્ય કોઈપણ શહેરનું સંગઠન હોય સક્ષમ નેતાઓની હંમેશા કોંગ્રેસમાં અવગણના થતી હોય છે. (હાર્દિક પટેલનું આજનું નિવેદન વાંચકોએ જોઈ લેવું). જેની સીધી અસર સંગઠન શક્તિ પર થાય એ સ્વાભાવિક છે.

જૂથવાદ અને નેતાઓનાં અહમનાં ટકરાઉથી કોંગ્રેસ કોઈપણ પ્રકારની ચૂંટણીમાં હરીફોનો તાકાત સાથે મુકાબલો કરી શક્યો નથી? જેના ગત ચૂંટણીઓનાં આંકડા આ હકીકતની ગવાહી પૂરે છે. કોંગ્રેસ હંમેશા જૂથવાદનો શિકાર રહ્યો છે! પરિણામે સંગઠન દિવસે- દિવસે નબળું પડતું જાય છે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનાં સંગઠનમાં મોટાપાયે ભંગાણ સર્જાઈ અને આ પ્રક્રિયા ચૂંટણીઓ સુધી ચાલુ રહે તેવી સંભાવના રાજકીય પંડિતોએ વ્યક્ત કરી છે.કોંગ્રેસની પ્રદેશ અને કેન્દ્રની નેતાગીરી માટે સફાળા જાગી જવાનો સમય પાકી ગયો છે. સંગઠનને એક સુત્રે બાંધી રાખવાનો પડકાર એમના માટે ઉભો થયો છે અને રાજકોટમાં ફૂંકાયેલા હિજરતનાં પવનનો ચેપ અન્યત્ર ન લાગે એ દિશામાં પ્રદેશ નેતાગીરી ચિંતાભરી દોડધામ કરતી દેખાઈ છે. આવનારા દિવસો રાજકીય રીતે નિર્ણાયક અને કોંગ્રેસ માટે ખૂબ જ ચાવીરૂપ બની રહેશે જે તેની દશા અને દિશા નક્કી કરશે. અત્યારે તો કોંગ્રેસમાં સર્જાઈ રહેલા કડાકા-ભડાકાને જોઇને હરીફ પક્ષો મુછમાં મલકી રહ્યા છે.

Read About Weather here

સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આગામી દિવસોમાં નારાજ નેતાઓ કોંગ્રેસ છોડી અન્ય રાજકીય પાર્ટીઓમાં જોડાઇ શકે છે. શહેર અને જિલ્લામાં જૂથવાદને લઇને પ્રદેશ કોંગ્રેસમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલા લેવામાં આવી રહયા નથી. એટલુ જ નહીં શહેર અને જિલ્લામાં સંગઠન મજબુત બનાવવા કાર્યકરોએ અનેક વખત પ્રદેશમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇને પક્ષનું સંગઠન મજબુત બનાવવા કાર્યકર્તાઓએ પ્રદેશનાં નેતાઓ સમક્ષ રજૂઆત કરી છે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here