નાની માછલીઓને પકડીને શું, ક્યારેક મોટી માછલી પકડીને તો જુઓ, ન ધાર્યા રાઝ ખુલશે! ?

નાની માછલીઓને પકડીને શું, ક્યારેક મોટી માછલી પકડીને તો જુઓ, ન ધાર્યા રાઝ ખુલશે! ?
નાની માછલીઓને પકડીને શું, ક્યારેક મોટી માછલી પકડીને તો જુઓ, ન ધાર્યા રાઝ ખુલશે! ?
આઈપીએલ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ક્રિકેટરસિકોનો રોમાંચમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. જો કે આઈપીએલમાં કઈ ટીમ જીતે અને કઈ ટીમ હારે છે તેમાં રસ ન રાખી તેના પર પૈસા કમાઈ લેવાની લ્હાય ધરાવતાં સટોડિયા પણ એટલી જ હદે કાર્યરત થઈ ગયા છે. હવે તો બુકીઓનો ધંધાને આખરી ઓપ અપાઇ રહ્યો છે કારણકે હવે આઇપીએલનો મેચ પણ પુર્ણ થવાને આરે છે માટે હવે સીઝન પુરી થઇ તેમ પણ કહી શકાય!!.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા ઘણા સમયથી સટ્ટા નેટવર્ક ઉપર પોલીસની કામગીરી જોતાં એવો સવાલ ઉઠ્યા વગર રહેતો જ નથી કે શું રાજકોટમાં ક્રિકેટ સટ્ટો બંધ થઈ ગયો છે કે પછી પોલીસ ઢીલી પડી ગઈ છે ? આ સવાલ એટલા માટે ઉઠવો વ્યાજબી છે કેમ કે શહેરમાં સટ્ટો રમાય છે વધુ તેની સામે બુકીઓ અને પંટરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પકડાઈ રહ્યા છે !! તેમા પણ તુલા રાશી ધરાવતા બુકીનો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દબદબો કરી બેઠો છે. તેના 500 જેટલા ડબ્બાના વહીવટો અને આઇડીમાં પણ કરોડોનો વહીવટ કરવામાં આવતા હોવાથી વાત પણ જાહેર હોવા છતાં પોલીસ તેનો વાળ વાકોં કરી શકી તેમ નથી.

એવી પણ ચર્ચાઓ થાય છે કે તે પોલીસનો લાડકો બુકી છે!!બીજી બાજુ બુકી બજારમાં સંભળાતી વિગતો પ્રમાણે પોલીસની ધોંસને કારણે ટેલિફોનથી ચાલતો સટ્ટો ઘણો ઘટી ગયો છે અને ક્યાંક ક્યાંક ચાલી રહ્યો છે તે પણ ભારે ડર વચ્ચે રમાઈ રહ્યો છે પરંતુ આઈડી થકી સટ્ટો ખેલવાનું હજુ પણ ધમધોકાર ચાલી રહ્યું છે. આશ્ર્ચર્ય એ વાતની પણ છે કે એકાદ-બેને બાદ કરતાં અન્ય પોલીસ સ્ટેશનોએ તો હજુ સટ્ટો પકડવાનું ખાતું પણ ખોલ્યું નથી ત્યારે શું તેમના વિસ્તારમાં સટ્ટો નહીં રમાતો હોય તે પ્રશ્ર્ન પણ ઉઠ્યા વગર રહેતો નથી.

બીજી ચર્ચાની વાત એકે ખાલી તુલા રાશી વાળી બુકી નહીં પરંતુ તેના જેવા અનેક બુકીઓ હજી પણ શહેરમાં એક્ટિવ જ છે. કદાચ પોલીસ તેના વિશે અજાણ હોઇ શકે.! અને તુલા રાશી પોલીસ માટે હંમેશા ભારે જ પડી છે તે પોલીસમાં રહેલા જુના કર્મચારીઓ જાણે જ છે. અગાઉ પણ બુકી ક્ષેત્રે રાજકોટ સહિત રાજ્યભરમાં તુલા રાશીનો નામ ધારક પોતાનું નેટવર્ક ચલાવતો પણ તેને પોતાનો ધંધો સંકેલી લેતા ફરી હાલમાં અત્યારે આ રાજા એક્ટીવ થયા છે.

પોલીસના માનીતા બુકીઓ હોવાથી તેનો પંટર કે તે હાથમાં આવતો નથી અને પોલીસ પણ અનેક વખત પંટરોને પકડે છે પણ ઉપરના બુકીના નામ ખુલ્લા પાડી શકતી નથી હવે તેમાં તેની શું મજબુરી હોય તે તો હવે તે જ જાણે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે.અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંટરો પાસેથી બુકીઓના નામ પણ ખૂલતા હતા પરંતુ આશ્ર્ચર્યજનક રીતે આઈપીએલ પૂરી થવા આવી ત્યાં સુધી બુકીઓ પોલીસના હાથમાં આવ્યા નથી અને હવે ટુર્નામેન્ટ પુરી થવાને આરે છે ત્યારે ધડાધડ પ્રગટ પણ થવા લાગતાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.

બુકીઓઓએ અથવા પંટરોએ આઈપીએલ દરમિયાન કેટલા રૂપિયાનો સટ્ટો રમાડી નાખ્યો, કેટલા પંટર તેમની લાઈન અથવા આઈડી પર જુગાર રમ્યા, તેમના દ્વરા ચલાવવામાં આવતાં સટ્ટા નેટવર્કમાં અન્ય કયા બુકીઓ સંડોવાયેલા હતા, તેમની પાસે સુપર માસ્ટર આઈડી ક્યાંથી આવ્યું તે સવાલોનો કોઇ ચોક્કસ જવાબ મળી શકતો નથી અને પોલીસ દ્વારા બુકીનું નામ ખોલાવાય છે પરંતુ તે હાથ આવતો નથી.

પોલીસે આમ તો બુકીઓને પકડવા માટે બહુ વધુ મહેનત-મશ્ક્કત કરવી પડી નથી કેમ કે અમુકને તો રાજકોટમાંથી જ પકડી લેવાયા છે જેમાં અજય મીઠીયા, મહેશ આસોદરીયા સહિતના સામેલ છે જ્યારે મહેન્દ્ર ઉર્ફે મેંદુ, મનિષ ભક્તાણી જેવા બુકીઓને પકડવા માટે છેક દમણ સુધી લાંબુ થવું પડ્યું છે.

અગાઉ બે પંટરોએ આઈડી મહેશ આસોદરીયાએ આપ્યું છે તેમ કહેતા ત્યારપછી ક્રાઈમ બ્રાન્ચે મહેશ આસોદરીયાની ધરપકડ કરતાં તેણે કહ્યું હતું કે તેની પાસે આઈડી અજય મીઠીયા અને મુંબઈના હિમાંશુ પટેલ પાસેથી આવ્યું છે. આ પછી ડીસીપીની એલસીબીએ અજય મીઠીયાને રાજકોટમાંથી દબોચી લીધો હતો. જો કે ત્રણેક દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચે આ જ મામલામાં બુકી કરણ ઉર્ફે કરણ અમરેલીનું નામ ખોલ્યું છે ત્યારે જો કરણની ધરપકડ થાય તો સટ્ટા નેટવર્કને લઈને અનેક મોટા ધડાકા-ભડાકા થઈ શકે તેમ છે કેમ કે કરણ અમરેલીનું નામ બુકી બજારમાં અત્યંત મોટું હોવાથી તેની પાસે અનેક રાઝ છુપાયેલા છે. અને તેને પકડતાની સાથે જ અનેક મોટી માછલી પણ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી જાય તો પણ નવાઇ નહીં.

Read About Weather here

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે. પણ તેને પકડીને શું, ક્યારેક મોટી માછલી તો પકડીને તો જુઓ, ન ધાર્યા રાઝ ખુલશે! પોલીસના પણ અને બીજાના પણ રાઝ ખુલે તો નવાઇ નહીં!!અત્યારે આવા માહોલમાં ક્રાઇમ બ્રાન્ચ સામે અનેક પ્રશ્ર્નો થઇ રહ્યા છે કે કરણ અમરેલી જેવા બુકીઓને પીઠ પાછળ સંતાડનાર કોણ??? નાના પંટરોને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચ માહિર, પરંતુ મોટા બુકીઓ સુધી હાથ ન પહોંચવા પાછળનું કારણ શું??? બુકીઓ બેફામ, કોના પ્રતાપે મનાઇ હોવા છતાં પણ બુકીઓએ આઇડીનો સિલસિલો જાળવી રાખ્યો??? પણ હવે બુકીઓની મોટી સીઝન પુરી થવાને આરે, પોલીસ સામે અનેક બુકીઓ સામેથી જ પ્રગટ થઇ જશે અને તાત્કાલીક છુટી પણ જશે: અત્યાર સુધી કરેલ વહીવટોની ચીઠો ખોલવામાં નહીં જ આવે તે વાત ફાઇનલ??? પણ આ બધા પ્રશ્ર્નોનો જવાબ સમય જ આપી શકે!! હજુ પોલીસ પાસે તક છે અને પોલીસ જ જાણે જ છે કે કયો બુકી ક્યાં છે અને શું કામ કરે છે તો તેને અટકાવવો પણ સહેલો જ છે તો પુરી નિષ્ઠા સાથે પોલીસે કામગીરી કરીને બુકીઓને ઝડપી કાયદાનો પાઠ ભણાવવો જોઇએ તેવું લોકોમાં ચચાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here