નાના ભાઈને મારી જમીનમાં દાટી દીધો

નાના ભાઈને મારી જમીનમાં દાટી દીધો
નાના ભાઈને મારી જમીનમાં દાટી દીધો
બન્ને ભાઈ વચ્ચે ઘર વેચવા અંગે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે ઝઘડો થયો તો મોટાભાઈએ આ દર્દનાક ઘટનાને અંજામ આપ્યો હતો. છત્તીસગઢના ભાટાપારા જિલ્લામાં એક યુવકે તેના સગા નાના ભાઈની હત્યા કરી નાંખ્યાની ઘટના સામે આવે છે. તેણે ભાઈનું ગળુ દોરડાથી દબાવી દીધુ હતું. ત્યારબાદ તેના મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો.  આ ઘટના અંગે ભાટાપારા ગામના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.અહી તરેંગા ગામમાં શિવ તિવારી (25) છેલ્લા 5 દિવસથી ગુમ હતો. તેની કોઈ ભાળ મળતી ન હતી. તે અહીં ગામમાં પોતાના મોટાભાઈ-ભાભી સાથે રહેતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મોટાભાઈ ધનેશ્વર તિવારી (28) સાથે ઘર વેચવા અંગે વિવાદ ચાલી રહ્યો હતો. પરિવારના સભ્યોની પૂછપરછમાં માહિતી મળી હતી કે વિભાજન બાદ બન્ને ભાઈને સમાન હિસ્સામાં પૈસા આપવામાં આવ્યા હતા. જોકે ધનેશ્વર તિવારી શરાબ પી પોતાના હિસ્સાના પૈસા ખર્ચી નાંખ્યા હતા. ધનેશ્વર કંઈ જ કામ કરતો ન હતો.શિવ તિવારી એક મિલમાં કામ કરતો હતો. તેણે ગમે તેમ કરીને પોતાનું ઘર બનાવી લીધુ હતું. બસ આ ઘર ઉપર ધનેશ્વરની નજર હતી. ધનેશ્વર શિવ પાસે આ ઘરની માંગ કરતો હતો કે તે ઘર વેચી દે અને પૈસા આપી દે. જોકે આ મુદ્દે શિવ તૈયાર ન હતો. દરમિયાન બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

આ સાથે એવી માહિતી મળી કે જ્યારે શિવ છેલ્લા કેટલાક દિવસથી લોકોને મળી રહ્યો ન હતો તો તેના જીજાએ તે ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સાંજથી લોકોને દુર્ગંધ આવતી હતી. ધનેશ્વર પણ રવિવારથી ગૂમ હતો. દરમિયાન પરિવારે ધનેશ્વર પર શંકા ગઈ હતી. ધનેશ્વરની પત્ની પણ તેના પિયર જતી રહી હતી.દૂર્ગંધ આવ્યા બાદ લોકોએ મોડી સાંજે પોલીસને બોલાવી હતી. ત્યારબાદ ધનેશ્વરની તપાસ શરૂ કરવામાં આવી. ત્યારબાદ ધનેશ્વરની મહાસમુંદથી જ ધરપકડ કરવામાં આવી. પોલીસે અટકાયતમાં લઈ પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી.

Read About Weather here

આરોપી ધનેશ્વરે જણાવ્યું કે મારું ઘર વેચવા અંગે શિવ સાથે વિવાદ થયો હતો. 5 જૂનની રાત્રે પણ વિવાદ થયો હતો. તે માનવા તૈયાર ન હતો. લોકો અમને ટોણા મારતા હતા. માટે તેની સાથે સતત વિવાદ થતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ સોમવારે સવારે આરોપીને ઘટના સ્થળે લઈ પહોંચી હતી. મૃતદેહને ખાડામાંથી બહાર કાઢ્યો હતો.માટે દોરડાથી તેનું ગળુ દબાવી દીધુ અને ઘરની પાછળ ખાડામાં દાટી દીધો હતો. ત્યારબાદ હું ઘરે હતો. તેણે કહ્યું કે શિવ કોઈ મહિલા સાથે અવૈધ સંબંધ ધરાવતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here