નવરાત્રી પર્વની તૈયારીઓનો ઉત્સાહભેર પ્રારંભ

નવરાત્રી પર્વની તૈયારીઓનો ઉત્સાહભેર પ્રારંભ
નવરાત્રી પર્વની તૈયારીઓનો ઉત્સાહભેર પ્રારંભ

ગરબાના ઉત્પાદન કેન્દ્રો ધમધમવા લાગ્યા

જગતજનની જગદંબા માતા આદ્યશક્તિની પૂર્જા-અર્ચના અને તેમના પ્રત્યેના ભક્તિ-ભાવને નવરાત્રી દરમ્યાન ગરબાના તાલે વ્યકત કરવામાં આવે છે આગામી દિવસોમાં નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે શહેરના જુદાજુદા વિસ્તારોમાં યોજાતી પ્રાચીન ગરબીઓમાં લોકોની સમક્ષ અવનવા રાસ રજુ કરતી બાળાઓ દ્વારા હાલમાં જુદાજુદા રાસની પ્રેકટીશ કરવામાં આવી રહી છે

અને જેમ દાંડિયા રાસમાં દર વર્ષે કશું નવું હોય છે તેવી જ રીતે યોજાતી પ્રાચીન ગરબીમાં બાળાઓ દ્વારા નવા રાસ રજુ કરવામાં આવશે.

આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે એકમથી લઈને નોમ સુધી નવ દિવસ મા આદ્યશક્તિના વિવિધ નવ સ્વરૂપો અંબા, આશાપુરા, ચામુંડા, મહાકાળી, બહુચર વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે

અને માતાજીના પૂજા-અર્ચના કરવાના આ પાવન પર્વમાં રાજ્યના છેવાડાના ગામડાથી લઈને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરમાં આબાલ-વૃદ્ધ સહુ ગરબાના તાલે જુમી ઉઠતા હોય છે.

પ્રાચીન ગરબીઓમાં જે રાસની રમઝટ નાની મોટી બાળો દ્વારા બોલાવવામાં આવતી હોય છે તેમાં સાક્ષાત દેવીઓ ચાચરના ચોકમાં ગરબે ઘુમવા માટે આવી હોય તેવા દ્રશ્યો ઘણી ગરબીઓમાં જોવા મળતા હોય છે.

પ્રાચીન ગરબીઓનું મહત્વ આજની તારીખે પણ યથતાવત જ છે. અને પ્રાચીન ગરબીઓમાં લોકોની સમક્ષ અવનવા રાસ રજુ કરવા માટે બાળાઓ દ્વારા છેલ્લા એક દોઢ મહિનાથી રાસ ગરબાની પ્રેકટીશ કરવામાં આવી રહી છે

જે રાસ નોરતા શરૂ થાય એટલે લોકોની સામે રજુ કરવાના હોય છે.આદ્ય શકિતની સાધના અને આરાધનાના સૌથી લાંબા અને અનન્ય મહાત્મ્ય ધરાવતા નવલા નવરાત્રિ મહોત્સવના પવિત્ર દિવસોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયેલ છે.

ત્યારે શહેરમાં ચોમેર માટીના ગરબાના ઉત્પાદનકેન્દ્રોમાં છેલ્લા સપ્તાહથી ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યુ છે.

નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ જ કંઈક અનોખુ છે. નવરાત્રિના ગરબાના સંભવિત મોટા

ઓર્ડરને પહોંચી વળવા માટે એકાદ માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. માટીકામના કલાકારો પણ તેમની આંગળીના ટેરવે ટીપણીથી ટીપીને કોડિયા, ગરબા અને દિવેટીયાને અવનવા મનોહર આકારો આપવામાં મગ્ન બન્યા છે.

આગામી સપ્તાહમાં મંગલ મુર્હૂતે પવિત્ર ગરબાની ખરીદી કરાશે. નવરાત્રિના ગરબા,કોડીયા અને દિવેટીયા બાદ રોશીના પર્વસમુહ દિવાળી પર્વના કોડીયા,માટીના અવનવા રમકડા બનાવવાની પ્રવૃતિમાં પ્રજાપતિ પરિવારના સભ્યો અને કારીગરો સંકળાયેલા રહેશે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન પરંપરાગત માટીના ગરબાના વેચાણકેન્દ્રોમાં ડિઝાઈનર ગરબાની પણ સારી એવી બોલબાલા જોવા મળી રહી છે. માટીના ગરબાના સ્થાને એક એકથી ચડીયાતા રંગથી સુશોભિત કરી તેના પર અવનવા

શોપીસ, કોડી,નાની મોટી ટીકીઓ, લટકણીયા અને ઘુઘરીઓ ટીંગાડવામાં આવે છે. ચિત્તાકર્ષક ગરબાને અનેક પરિવારો તેમના બંગલામાં ડેકોરેટીવ શોપીસ તરીકે લાઈફટાઈમ જાળવી રાખે છે.

Read About Weather here

ત્યારે કેટલાક પરિવારો તો તાંબાના ગરબા પર આવા ડેકોરેટીવ શોપીસ મુકીને સુશોભિત કરી ઘરઆંગણે ટીંગાડતા પણ હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here