નવરાત્રીમાં ચોટીલા ડુંગરે લેસર શોનો અદભૂત નજારો : ભાવિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું

નવરાત્રીમાં ચોટીલા ડુંગરે લેસર શોનો અદભૂત નજારો : ભાવિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું
નવરાત્રીમાં ચોટીલા ડુંગરે લેસર શોનો અદભૂત નજારો : ભાવિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું

લેસર લાઇટ દ્વારા ડુંગર પર માતાજીની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે, આ નજારો છેક હાઇવે પરથી પણ જોઇ શકાય છે,

Visit Saurashtra Kranti Homepage here

માતાજીની પ્રતિકૃતિ ઉપરાંત માં ચામુંડાના મંત્રની પ્રતિકૃતિ પણ ડુંગર પર લાઈટમાં જોવા મળી રહી છે. 

નવરાત્રિનો પ્રારંભ થતા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે માઇ ભક્તોની મોટી ભીડ ઉમટી પડી છે.

આજથી શરૂ થતો લેસર શો ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર નવરાત્રીના સમયે રોશનીના ઝળહળાટથી જગમગી ઉઠ્યું છે.

ડુંગર ટ્રસ્ટ પરિવાર દ્વારા આજથી શરૂ કરાયેલા લેસર શોએ ભાવિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે.

Read About Weather here

લેસર લાઇટિંગથી ડુંગર એવો ઝળહળી ઉઠ્યો છે કે, હાઈવે પરથી પસાર થતા વાહનો પણ એક સમય માટે આ નજારો જોવા માટે પોતાની ગાડી લઈ થંભી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here