રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ સવારથી જ હિમ જેવું બર્ફીલુ વાતાવરણ છવાયેલુ રહ્યું હતું અને આજે કચ્છના નલિયા ખાતે ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા નલિયા બર્ફાગારમાં ફેરવાઇ ગયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ ઉપરાંત આજે કચ્છનાં ભૂજમાં પણ પ્રથમવાર સિંગલ ડિઝીટ તાપમાન નોંધાયુ હતું. આજે સવારે ભૂજ ખાતે 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ભૂજવાસીઓ પણ ઠરી ગયા હતા. ઉપરાંત કંડલા ખાતે પણ 12 ડિગ્રી સાથે તિવ્ર ઠંડી અનુભવાઇ હતી. આજે સવારે ડિસા ખાતે 6.9 ડિગ્રી અને ગાંધીનગરમાં 9.4 ડિગ્રી ઠંડી સાથે લોકો ધ્રુજી ગયા હતા.આ ઉપરાંત આજરોજ સવારે રાજયમાં મોટા ભાગનાં સ્થળોએ ઠંડીનો સપાટો રહ્યો હતો.
Read About Weather here
રાજકોટ શહેરમાં આજે સવારે પણ ઠંડા સાથે લઘુતમ તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે અમદાવાદમાં પણ 10 ડિગ્રી, અમરેલીમાં 11.6, વડોદરામાં 11.6 અને ભાવનગરમાં 14.6 ડિગ્રી તથા દમણમાં 16.4 ડિગ્રી, દિવમાં 14.ર, દ્વારકામાં 1પ.ર, ઓખામાં 17.7, પોરબંદરમાં 13.4, સુરતમાં 15.2 અને વેરાવળમાં 14.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here