રાજકોટ સિવિલ હોસ્પિટલના ભારે ચર્ચાસ્પદ નર્સિંગ વિભાગનાં હિતેન્દ્રકુમાર ઝાખરીયા પર ખોટા કાગળોને આધારે ‘માં’ કાર્ડ બનાવવા સંદર્ભે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા હોસ્પિટલ સંકુલમાં ભારે ચર્ચા જાગી છે.નર્સિંગ વડા ઝાખરીયા થોડા સમય મામલો ઠંડો પડે તેટલા પૂરતા રજા ઉપર ઉતરી ગયા હતા અને ફરી પાછા ફરજ પર હાજર થઇ ગયા છે.
Visit Saurashtra Kranti Homepage here
મેડીકલ સુપ્રિટેન્ડ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ ઝાખરીયા પરના આક્ષેપો અંગે તપાસ સમિતિ રચવાની જાહેરાત કરી હતી. પરંતુ એ વાતને પણ એક પખવાડિયાથી વધારે સમય થઇ ગયો છતાં ઝાખરીયા સામે કોઈ કાર્યવાહી થઇ નથી.ઝાખરીયાએ ખોટા કાગળોનાં આધારે પત્ની ભાવનાબેન હિતેન્દ્રકુમાર ઝાખરીયાના નામે ‘માં’ કાર્ડ મેળવ્યું હતું અને તેનો એમઆરઆઈમાં ઉપયોગ પણ થયો હતો.ઝાખરીયા સામે કોઈ કાર્યવાહી ન થતા હવે મોટાભાગનાં કર્મચારી વર્ગમાં તરેહ- તરેહની ચર્ચાઓ થઇ રહી છે.નર્સિંગ વિભાગ વડા ઉપર વખતો-વખત ઘણા ગંભીર આક્ષેપો થતા રહ્યા છે. વગદાર એજન્સીનાં જોરે તેઓ એનકેન પ્રકારે તેમાંથી નીકળી જાય છે.
Read About Weather here
અલબત ડીન મેડીકલ સુપ્રિટેન્ડ સહિતનાં અધિકારીઓનું ભેદી મૌન ભારે આશ્ર્ચર્યજનક છે.મેડીકલ સુપ્રિટેન્ડનાં લેન્ડલાઈન તેમજ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા તેના બંને નંબરનો રીપ્લાય થયા હતા. ઝાખરીયા સંબંધિત સવાલ- જવાબથી બચવાના મેડીકલ સુપ્રિટેન્ડના પ્રયાસની અત્રે ભારે નિંદા થઇ રહી છે.નાયબ, નિયામક આરોગ્ય વિભાગ રાજકોટ અને રાજકોટ મેડીકલ કોલેજનાં ડીન એમ બેઉ હાલ રજા પર હોય. આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ તેમજ ખાતાકીય તપાસ સહિતનાં કાર્યવાહી માટે ઘડિયા ગણાઈ રહ્યાનું અંતરંગ વર્તુળોમાંથી ભણવા મળે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here