નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનો ગળાફાંસો ખાઇ આપઘાત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જીલ્લાના શાપર નજીક આવેલ ઢોલરામાં જય સોમનાથ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા શાપર પોલીસે તપાસ કરતા વિદ્યાર્થીએ છેલ્લે મોબાઇલમાં વાત કરી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા મથામણ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઢોલરામાં જય સોમનાથ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી મુળ મેંદરણાના અણીયારા ગામની અને કોલેજના સેક્ધડ ઇયર્સમાં અભ્યાસ કરતી સ્વાતિ સુરેશભાઈ બાઘડા ( ઉ .20 )એ બપોરે હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા શાપર પોલીસે તપાસ હાથ ધરી હતી .

Read About Weather here

પોલીસની પ્રાથમિક તપાસમાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીને રવિવારે એક દિવસ તેના પરિવાર સાથે વાત કરવા મોબાઇલ આપતા હોય, બપોરે મોબાઇલમાં વાત કરી પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે છેલ્લે કોની સાથે વાત કરી! તે સહિતની તપાસ હાથ ધરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ છ માસ પૂર્વે પણ કોલેજ વિવાદમાં આવી હતી જેમાં વાર્ષિક ફીની માંગણી સાથે સંચાલકોએ વિદ્યાર્થીઓના ઓરીજનલ સર્ટી ન આપી હેરાનગતિ કરતા તેમજ પાણી સહિતની અસુવિધાના આક્ષેપો થયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here