નરેશ પટેલની રાજકારણને ‘ના’

નરેશ પટેલની રાજકારણને ‘ના’
નરેશ પટેલની રાજકારણને ‘ના’
છેલ્લા પાંચ- પાંચ મહિના સુધી ઘેરો સસ્પેન્સ ઉભો કર્યા બાદ અંતે ખોડલધામનાં પ્રણેતા અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના મિતભાષી અને સજ્જનશીલ વ્યક્તિત્વ ધરાવતા લોકપ્રિય આગેવાન નરેશ પટેલે સતાવાર જાહેરાત કરી હતી કે, ‘હું રાજકારણમાં જોડાવાનો નથી’. આજે યોજેલી ખાસ મીડિયા બેઠકમાં નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ નહીં કરવાના ફેસલાની આખરે ઘોષણા કરી દીધી છે અને લાંબા સમયથી સર્જાયેલા સસ્પેન્સ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.નરેશ પટેલે તમામ અનુમાનો અને અટકળો વચ્ચે આજે એમના મનની વાતનો ફોડ પાડી દીધો હતો આજે જાહેર કર્યું હતું કે, હું રાજનીતિમાં નહીં જોડાઉં પણ ખોડલધામ સંસ્થામાં રહીને જ સમાજ સેવા કરતો રહીશ. ખોડલધામ સંસ્થા આજે વિશ્ર્વકક્ષાની સંસ્થા બની છે.નરેશ પટેલે સમાજ સાથેના સંવાદ અંગે સ્પષ્ટતા કરી હતી કે, સમાજના વડીલોએ મને રાજકારણમાં જવાની સલાહ આપી હતી. સમાજના યુવાનો અને મહિલાઓએ પણ રાજનીતિમાં જોડાઈ જાઉં એવી હિમાયત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પણ હું રાજકારણમાં પ્રવેશ કરવા માંગતો નથી. વિશ્ર્વસ્તરે પહોંચેલી ખોડલધામ સંસ્થામાં રહીને જ સમાજ સેવા કરીશ.નરેશ પટેલે એમના રાજકારણ પ્રવેશનાં વિચારને ફેરવી તોડ્યું. એ અંગે કોઈ ખાસ, નક્કર કે ઠોસ કારણો દર્શાવ્યા ન હતા. રાજકારણમાં જવા માટેનો સસ્પેન્સ શું કામ ઉભો કર્યો અને નિર્ણય લેવામાં આટલી વાર કેમ લાગી એ અંગે પણ કોઈ ચોક્કસ કારણો દર્શાવ્યા ન હતા અને સ્પષ્ટતા કરી ન હતી. મીડિયાએ એમની દિલ્હી સુધીની દોડધામ અને સોનિયા ગાંધી તથા પ્રશાંત કિશોર સાથેની મુલાકાતો અંગે વેધક સવાલો કર્યા હતા પણ નરેશ પટેલે એ સવાલોનાં જવાબ આપવાનું ટાળ્યું હતું.નરેશ પટેલે એવી ચોખવટ કરી હતી કે, સમાજ સાથે ખૂબ જ ઊંડી ચર્ચા- વિચારણા કરી છે એ પછી હું આ નિર્ણય પણ આવ્યો છું. સમાજ સાથે ચર્ચા કરીને જ મેં નિર્ણય લીધો છે.પ્રશાંત કિશોરનાં પગલે ચાલીને નિર્ણય લીધો કે કેમ એવા સવાલનાં જવાબમાં નરેશ પટેલે એમનું ટીપીકલ સ્માઈલ આપીને કહ્યું હતું કે, પ્રશાંત કિશોર રાજનીતિમાં જતા નથી.

Read About Weather here

એટલે હું પણ નથી જોડાયો એવું નથી. આટલું બોલી તેઓ આ સવાલનો જવાબ ગળી ગયા હતા.આજની તેમની મહત્વની બીજી જાહેરાત એ હતી કે, અમે ટૂંક સમયમાં સમાજની યુવા પેઢી માટે પોલીટીકલ ટ્રેનીંગ સેન્ટર શરૂ કરનાર છીએ. પોતાના પર કોઈ રાજકીય દબાણ હોવાનું નકારી કાઢતા નરેશ પટેલે દર્શાવ્યું હતું કે, મારા પર કોઈ રાજકીય દબાણ નથી. મને ઘણા લોકો મળવા આવ્યા છે. પણ મારા પર કોઈનું દબાણ નથી. નરેશ પટેલનાં રાજકારણને સો ગજ દૂરથી નમસ્કાર કરવાના નિર્ણયને ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આવકાર આપ્યો છે. પાટીલે એમના નિર્ણયને યોગ્ય ગણાવી કહ્યું હતું કે, નરેશ પટેલ પોતે એક સક્ષમ વ્યક્તિત્વ છે. આ રીતે મહિનાઓ સુધી રાજકીય પક્ષો, રાજકીય નિરીક્ષકો અને પંડિતો તથા મીડિયાને રાહ જોવડાવતા રહી અને ગોળ-ગોળ ફેરવીને લેઉવા પટેલ નેતા નરેશ પટેલે રાજકારણનાં મામલે ‘કોથળામાંથી બિલાડું’ કાઢ્યું છે. આ નિર્ણયથી જો કે બધાને આશ્ચર્ય થયું નથી. મીડિયાનો એક વર્ગ તો પહેલેથી માનતો હતો કે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ નહીં જ કરે. અંતે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here