નગરપીપળીયાનાં ખેતરના રસ્તા મામલે ખેડૂત પર સગાભાઇ સહિત બેનો હુમલો

નગરપીપળીયાનાં ખેતરના રસ્તા મામલે ખેડૂત પર સગાભાઇ સહિત બેનો હુમલો
નગરપીપળીયાનાં ખેતરના રસ્તા મામલે ખેડૂત પર સગાભાઇ સહિત બેનો હુમલો
લોધિકાના નગરપીપળીયામાં ખેતરના રસ્તા મામલે ખેડૂત વિઠ્ઠલભાઇ વસોવા પર પરસોતમ સહિતના બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યાનો લોધિકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

બનાવ અંગેની વધુ વિગત અનુસાર ફરીયાદી વિઠ્ઠલભાઇ શામજીભાઇ વસોવા (ઉ.વ.પર) (રહે. નગરપીપળીયા, લોધિકા)એ જણાવ્યું હતું કે મારે નગરપીપળીયાની સીમમાં 11 વિઘા જમીન આવેલ છે અને જમીનની બાજુમાં મારા નાના ભાઇ પરસોતમભાઇની વાડી આવેલ છે અને અમારા બંને ભાઇઓને અગાઉ પણ શેઢા મામલે માથાકુટ થયેલ હતી.

Read About Weather here

ગતરોજ હું ચાલીને ખેતરે જતો હતો ત્યારે રસ્તામાં ઉભેલા પરસોતમ અને તેની સાથેના હીરા વેલા સાકરીયાએ આ રસ્તા પર ચાલવું નહીં કહી ગાળો ભાંડીને લાકડીથી ફટકારવા લાગેલ હતો.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે રસ્તા મામલે લોધિકા મામલતદારમાં કેસ પણ ચાલુ છે. બનાવ અંગેની ફરિયાદ પરથી લોધિકા પોલીસ મથકના એએસઆઇ એમ.એફ.ચૌહાણ અને સ્ટાફે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here