નકામી કે કચરામાં ફેંકી દીધેલી વસ્તુઓમાંથી કંઈક ઉપયોગી અને શ્રેષ્ઠ બનાવી રોજબરોજમાં ઉપયોગમાં લઇ શકાય તેવા નાવિન્યસભર વિચારને રાજકોટની INIFDસંસ્થાના વિદ્યાર્થીઓએ મૂર્તિમંત કરી બતાવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આયોજીત ઇન્ટીરીયર ડિઝાઇન એક્સપોમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને કોઠાસુઝથી તૂટેલા, ભંગારમાંથી વસ્તુઓ લઇ તેને રિસાઇકલ કરી તેમાંથી અદભૂત, લાજવાબ કલાત્મક મોર્ડન ફર્નિચરની વસ્તુઓ તૈયાર કરી પર્યાવરણને બચાવવાનો અનોખો પ્રયાસ સૌપ્રથમવાર કર્યો છે. આ અંગે INIFD સંસ્થાના નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારા ઇન્ટીરીયર ડિઝાઇનનો અભ્યાસ કરતા 30 જેટલા વિદ્યાર્થીઓએ એક મહિનાની અથાગ મહેનત પછી જુના ફર્નિચરને રિસાઇકલ કરી આજના મોર્ડન લુકમાં પ્રદર્શિત કર્યા છે. જેમાં તૂટેલા ભંગારના લાકડા, લોખંડ, કાચ, સુતળી, પ્લાયવુડ નો ફરી ઉપયોગ કરી રાચ રચીલું ફર્નિચર ખુરશી, ટેબલ, કબાટ, પગરખાં રાખવાનું સ્ટેન્ડ વગેરે ડિઝાઇન કર્યા છે.
Read About Weather here
આ રીતે ફર્નિચર રિસાઇકલ કરી પર્યાવરણને બચાવવાનો આવો અનોખો પ્રયાસ પ્રથમવાર કરાયો છે. વધુમાં અન્ય 30 જેટલા વિદ્યાર્થીઓએ અત્યારના સમયની માંગ મુજબ બેડરૂમ, કિચન, લિવિંગરૂમ, ગેઇમ ઝોન ના સ્ટ્રકચર ફર્નિચર સાથે નાના મોડલ રૂપે બનાવી ગુજરાતના સૌથી મોટા એક્સપોમાં રજુ કર્યા છે. વિદ્યાર્થીઓની આ કલાત્મકતા તા.6 થી 11 રેસકોર્સ મેદાનમાં આયોજીત ઇન્ટીરીયર ડિઝાઇન એક્સપો 2023 માં નિહાળી શકાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here