ગુજરાત શિક્ષણ બોર્ડની સ્કૂલોમાં ધો.1 માં પ્રવેશ માટે 1 લી જૂને છ વર્ષની વય મર્યાદા હોવાથી સ્કૂલો મુંઝાઈ
સીબીએસઈની એકેડેમિક પેટર્નનો હજુ અમલ નહીં કરાતાં ધો.1 માં પ્રવેશની વય મર્યાદા હોવા છતાં આ વર્ષે પણ એપ્રિલમાં નવું સત્ર શરૂ નહીં થાય તેવું શિક્ષણવિદો માની રહ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડની સ્કૂલોમાં ધો.1 માં પ્રવેશ માટે 1 લી જૂને 6 વર્ષની વય મર્યાદા હોવાથી સ્કૂલોમાં મુંઝવણ ઊભી થવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાત સરકારના 2020 માં જાહેર કરાયેલા ધો.1 માં પ્રવેશ માટેના વય મર્યાદા અંગેના ઠરાવ મુજબ 1 લી જૂન વય મર્યાદા તારીખ નક્કી કરાઈ છે ત્યારે આ વર્ષે પણ ગુજરાત બોર્ડની સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ નહીં થાય.ઉપરાંત ગુજરાત બોર્ડે જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં એપ્રિલમાં જ સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ રાખવામાં આવી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડની સ્કૂલોમાં ધો.1 માં પ્રવેશ માટે 1 લી જૂને છ વર્ષની વય મર્યાદા હોવાથી સ્કૂલો મુંઝાઈ છે. સીબીએસઈ બોર્ડની સ્કૂલોમાં ધો.1 માં પ્રવેશ માટેની વય મર્યાદાની તારીખ એપ્રિલ મુજબની છે અને એપ્રિલથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય છે.એટલે કે એપ્રિલમાં છ વર્ષ પુરા થયા મુજબ ધો.1 માં પ્રવેશ અપાય છે.
જ્યારે ગુજરાત સરકારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ધો.1 માં પ્રવેશ માટે 1 લી જૂનની વય મર્યાદા તારીખ નક્કી કરી છે. 2020 માં શિક્ષણ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ 2023 ના શૈક્ષણિક વર્ષથી ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ધો.1 માં પ્રવેશ માટે બાળકના 1 લી જૂને છ વર્ષ પુરા થયેલા હોવા જોઈએ.જ્યારે બીજી બાજુ સરકારે જ બે વર્ષ પહેલા કોરોના પહેલા સીબીએસઈની એકેડેમિક પેટર્ન અપનાવતા ગુજરાત બોર્ડની સ્કૂલોમાં એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાની જાહેરાત કરી હતી.પરંતુ કોરોનાને લીધે અમલ થઈ શક્યો ન હતો.
પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ અમલ કરવામાં આવ્યો ન હતો અને હવે આગામી 2023 ના શૈક્ષણિક સત્રમાં પણ સીબીએસઈ એકેડેમિક પેટર્નનો અમલ નહીં થાય. ગુજરાત બોર્ડે પહેલેથી જ એકેડેમિકને લઈને સ્કૂલો પણ મુંઝવણ અનુભવી રહી છે.
Read About Weather here
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં હાલ પ્રી પ્રાયમરી ભણતા અનેક વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આ વય મર્યાદાનો અમલ 2024 થી લાગુ કરવાની માંગ કરાઈ છે. જો કે સરકાર દ્વારા હાલ કોઈ છુટ આપવામા આવી નથી.પરંતુ સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર જૂન 2023 થી જ શરૂ થશે તે સ્પષ્ટ છે. શિક્ષણ વિભાગે કેલેન્ડર જાહેર કરીને એપ્રિલમાં વાર્ષિક પરીક્ષાઓ ગોઠવી દીધી છે.આમ એપ્રિલથી નવુ શૈક્ષણિક વર્ષ શરૂ ન થઈ શકે.ગુજરાત બોર્ડની સ્કૂલોમાં એપ્રિલથી સત્ર શરૂ કરવા માટે બોર્ડની પરીક્ષાઓ પણ વહેલી કરવી અને વાર્ષિક પરીક્ષાઓ પણ વહેલી કરવી પડે. ગુજરાત બોર્ડની સ્કૂલોમાં સરકારના નોટિફિકેશન મુજબ જૂન 2023 થી ધો.1 માં પ્રવેશ માટે થનાર વય મર્યાદાના અમલને હાલ તો ગ્રહણ નડી જશે એમ લાગી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here