ધોળે દિવસે હત્યા

ધોળે દિવસે હત્યા
ધોળે દિવસે હત્યા
કલોલ પોલીસે પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં છેલ્લા ત્રણ દિવસના ગાળામાં બીજી હત્યાની ઘટના ઘટી છે. શુક્રવારે કલોલ સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે 23 વર્ષીય યુવતીને રસ્તામાં આંતરીને પૂર્વ પતિએ પેટમાં આડેધડ છરાના ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી છે. કલોલની દેવીકૃપા સોસાયટીમાં રહેતી હેમા નંદવાણી અને ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનવાનું ચાલુ રહેતા હેમાએ દોઢ વર્ષ પહેલા છુટાછેડા લઈ લીધા હતા.
આરોપી ભાવેશની અટકાયત.

Visit Saurashtra Kranti Homepage here

જો કે, છુટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો ન હતો. તે અવારનવાર હેમાને ફોન કરી પરત આવી જવા માટે કહેતો અને ધમકાવતો રહેતો. હેમાની હત્યા પહેલાની ભાવેશ સાથેની એક કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેમાં ભાવેશ હેમાને પરત આવી જવાની ધમકી આપી રહ્યો છે. જો પરત નહીં આવે તો આખા પરિવારને ખતમ કરવાની ધમકી પણ આપી રહ્યો છે. શુક્રવારે સાંજે કલોલના સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલ રેલવે પૂર્વ 33 દેવી કૃપા સોસાયટીમાં રહેતી 23 વર્ષીય હેમા પરમાનંદ નંદવાણીએ ભાવેશ કેશવાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે પ્રેમ લગ્નના થોડા વખત પછી ભાવેશની ચાલ ચલગત સારી ન હોવાથી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. અને હેમાને ખબર પડી ગઈ હતી કે ભાવેશ પહેલેથી પરણિત હતો. જેને એક સંતાન પણ છે. તેમ છતાં તેને પ્રેમજાળમાં ફસાવીને પહેલી પત્નીને તરછોડી દીધી હતી. આ આઘાત સહન ન થતાં ભાવેશની પહેલી પત્ની ગાંડાની માફક જીવન જીવતી હતી. જે હેમાથી સહન ન થતાં ભાવેશ જોડે દોઢ વર્ષ અગાઉ હેમાએ છૂટાછેડા લઈ લીધા હતા.

Read About Weather here

તેમ છતાં ભાવેશ એકતરફી પ્રેમમાં પાગલ થઈને હેમાને ‘તું મારી નહીં તો કોઈ બીજાની પણ નહીં’ થવા દેવાની ધાક ધમકીઓ આપતો રહેતો હતો. એટલે સુધી કે ભાવેશ પરત પાછી નહીં આવે તો આખા પરિવારને પતાવી દેવાની પણ ધમકીઓ આપતો હતો. જેનાં કારણે હેમા ફફડી ઉઠી હતી. વારંવાર ભાવેશ પાછી આવી જવા માટે હેમાને રસ્તામાં આંતરીને ધાક ધમકીઓ આપતો રહેતો હતો.ચારેક મહિના અગાઉ ભાવેશ હાથમાં છરો લઈને હેમાના ઘરની આસપાસ પણ ફરતો રહેતો હતો. જેનાં કારણે હેમાનું ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. જેનાં પગલે તેના પિતાએ ભાવેશનાં પરિચિતને તેની કરતૂતનો વીડિયો ઉતારીને બતાવ્યો હતો. આ અંગે કલોલ ડીવાયએસપી પી.ડી. મનવરે જણાવ્યું હતું કે, હેમા નામની યુવતીની હત્યા તેના પૂર્વ પતિએ કરી છે. હાલમાં મૃતકના પરિવારજનોની પૂછપરછ કરીને હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરાઈ છે.એ વખતે પણ ભાવેશને સમજાવ્યો હતો. પરંતુ તે હેમાને કોઈપણ ભોગે પાછી મેળવવા માંગતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here