ધોરાજી મહેસુલ સેવા સદન શરૂ કરવા લોકોની માંગ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરાજીમા જુની પ્રાંત કચેરીનું નવી આધુનિક બિલ્ડીંગ બનાવીને મહેસુલ સેવા સદનના નવા ભવનનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે નવું બનેલ આ ભવન તૈયાર થઈ ગયેલ છે. તેનો પણ ઘણો સમય વીતી ગયેલ છે છતાં હજુ સુધી આ નવા આધુનિક બિલ્ડીંગ કોઈ કારણોસર કાર્યરત કરવામાં આવેલ નથી જેથી સ્થાનિકોની માંગ છે. નવા બનાવાયેલ આ આધુનિક બિલ્ડીંગ શરૂ કરવામાં આવે જેથી લોકોને મળતી સુવિધારો ફરી શરૂ થઇ શકે તેવી વિગતો સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ધોરાજીના ગેલેક્સી ચોક નજીક આવેલ પ્રાંત અધિકારીની કચેરીના જુના બિલ્ડીંગને તોડીને નવી આધુનિક બિલ્ડીંગનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું ત્યારે નવા બનાવાયેલ આ મહેસુલ સેવા સદનનું નવું બિલ્ડીંગ તૈયાર થઈ ગયેલ છે તેનો પણ અંદાજીત એકાદ વર્ષથી પણ વધારે સમય વીતી ગયેલ છે છતાં પણ આ મહેસુલ સેવા સદન હજુ સુધી કાર્યરત કરવામા આવેલ નથી.આ નવા મહેસુલ સેવા સદન બિલ્ડીંગમાં ધોરાજી સબ રજીસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, સીટી સર્વે કચેરી, પ્રાંત અધિકારીની કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓ એક જ જગ્યાએ લોકો ને મળી રહે તેવા ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરાજીમાં મહેસુલ સેવા સદન બિલ્ડીંગ બનાવેલ છે પરંતુ હાલ બિલ્ડીંગ તૈયાર થઇ ગયેલ છે છતાં પણ કોઈ કારણોસર આ આધુનિક બિલ્ડીંગ કાર્યરત નથી કરવામાં આવેલ જેથી ધોરાજી શહેર તેમજ ધોરાજી પ્રાંત વિસ્તારના લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવતો હોઈ તેવું સામે આવી રહ્યું છે અને લોકોને પોતાના કામો માટે અલગ-અલગ કચેરીઓ ખાતે જવું પડે છે જેના કારણે લોકોના રૂપિયા અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે.

Read About Weather here

જેથી ધોરાજી ખેડૂત આગેવાન દિનેશભાઈ વોરા અને ધોરાજીના એડવોકેટ રાજુભાઈ બાલધા દ્વારા આ મહેસુલ સેવા સદન બિલ્ડીંગ કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.ધોરાજીમાં બનેલ આધુનિક બિલ્ડીંગ હાલ ધૂળ ખાઈ રહ્યું છે. જેથી બિલ્ડીંગ તાત્કાલિક શરૂ કરાઈ તેવા માંગ કરાઈ છે ત્યારે આ બાબતે ધોરાજીના પ્રાંત અધિકારી જયસુખ લીખીયાને આ બાબતે પુછતા તેઓએ મીડિયા સમક્ષ જણાવેલ કે આ નવા મહેસુલ સેવા સદન બિલ્ડીંગમાં હાલ ફર્નિચરનું કામ બાકી હોય અને આ ફર્નિચર માટે ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ઘરેલ છે.જેમાં ફર્નિચરની ટેન્ડર પ્રક્રિયાઓ પૂર્ણ થતા ફર્નિચરનું કામ પુર્ણ થતાની સાથે જ આ ધોરાજી આવેલ આ આધુનિક મહેસુલ સેવા સદનના નવા બિલ્ડીંગને કાર્યરત કરવામા આવશે તેવું જણાવેલ હતું.રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ આ મહેસુલ સેવા સદન કચેરી હેઠળ ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકાઓ આવેલ છે ત્યારે આ પ્રાંત વિસ્તારના લાભાર્થીઓ દ્વારા આ નવી બનેલી મહેસુલ સેવા સદન વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે આધુનિક બનેલ આ કચેરીના આધુનિકરણ કાર્ય ચાલુ હોવાથી આ ધોરાજી પ્રાંત કચેરીને ધોરાજી શહેરમાં આવેલ ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે જેથી લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે સરકાર દ્વારા લોકોના સુખાકારી માટે બનાવેલ આ આધુનિક મહેસુલ સેવા સદનના નવા ભવન શરૂ કરવામાં આવે જેથી લોકોને પડતી મુશ્કેલી દુર થાય તે માટે લોક ઉપયોગી બને તેવું જણાઈ આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here