ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો કાર અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. ગત રાત્રે ઉપલેટાના વડલી ચોક પાસેથી મહેન્દ્ર પાડલિયા કારમાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે ડ્રાઇવરની ભૂલને કારણે કાર સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાઇ હતી. જોકે, આ બનાવમાં કારમાં સવાર મહેન્દ્ર પાડલિયાને કોઈ જાતની ઇજા પહોંચી નહોતી. બાદમાં કાર ચાલે તેવી સ્થિતિમાં ન હોવાથી ધારાસભ્યને અન્ય કારમાં રવાના કરવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ઉપલેટાના વડલી ચોક નજીક ધારાસભ્યની કાર સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાઇ હતી. જોકે કારની સ્પીડ ધીમી હોવાને કારણે કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ નહોતી. સામાન્ય અકસ્માતને કારણે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી અને ધારાસભ્યનો આબાદ બચાવ થયો હતો. આ બનાવમાં કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે.
Read About Weather here
ધારાસભ્યની કાર અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. ઘટના સમયે પ્રત્યેક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે કાર થાંભલા સાથે અથડાઇ હોવાથી અકસ્માત થયો હતો. કાર ચાલી શકે તેમ ન હોવાથી ધારાસભ્ય સહિતના કાફલાને અન્ય કારમાં બેસાડી રવાના કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here