
રાજકોટ વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના આર્થિક સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના 12500 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગરમ સ્વેટર વિતરણનો કાર્યક્રમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષ સ્થાને તા.20 જાન્યુઆરી શુક્રવાર સાંજે 4 વાગ્યે પ્રાથમિક શાળા નં.67 માલધારી સોસાયટી, ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ, માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો. ધારાસભ્ય ઉદય કાનગડે એક મહિના પહેલા શાળા નં.32 આદિત્ય પ્રાથમિક શાળા ખાતે સદગુરૂ જીવદયા ટ્રસ્ટ આયોજીત કાર્યક્રમમાં 450થી વધારે વિદ્યાર્થીઓને સ્વેટર અર્પણ કર્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ટપુભાઇ લિંબાસીયા, શહેર મહામંત્રી કિશોરભાઇ રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિત, વલ્લભભાઇ દુધાત્રા, પૂર્વ કોપોરેટરો અશ્ર્વીનભાઇ મોલીયા, મુકેશ રાદડીયા, વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબને જાદવ, સૌરાષ્ટ્ર-કચ્છના મીડિયા ઇન્ચાર્જ રાજુભાઇ ધુ્રવ, રમેશ પરમાર, દુષ્યંત સંપટ, તેમજ કોર્પોરેટરો, કાર્યકર્તા ભાઇઓ તથા બહેનો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સ્વેટર અર્પણ કરાયા હતા.

Read About Weather here
ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના સહયોગથી વિધાનસભા-68ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરાયું હતું. ઉદયભાઇ કાનગડે એક મહિના પહેલા પણ પોતાના મત વિસ્તારમાં આવેલી શાળા નં.32 આદિત્ય પ્રાથમિક શાળા ખાતે સદ્ગુરૂ જીવદયા ટ્રસ્ટ આયોજીત કાર્યક્રમમાં 450થી વધારે વિદ્યાર્થીઓને સ્વેટર અર્પણ કર્યા હતા. ધારાસભ્ય ઉદયભાઇ કાનગડની સરાહનીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here