ઈજનેરી ઉદ્યોગમાં કામ કરવું એટલે નાનીમાંનું ઘર નથી. 140 ડિગ્રી સેલ્સીયસ સુધી તાપમાન જ્યાં હોય એવી ભઠ્ઠી પાસે બેસીને કામ કરવું આકરા તાપમાનમાં ખુલ્લા પગે પહાડ ચડવા જેવું છે. રાજકોટનાં એન્જીનીયરીંગ ઉદ્યોગમાં માત્ર પુરૂષો જ કરી શકે એવી શખ્ત મહેનત અને મજુરીનું કામ કરતી મહિલાઓની ગાથા કાઠિયાવાડની નારીનાં ગૌરવને સર્વોચ્ચ શિખરો સુધી લઇ જાય છે. આ વાત સાચી છે ટાઢાં પોરનું ગપ્પું નથી. જે ઉદ્યોગમાં અત્યાર સુધી માત્ર અને માત્ર વર્ચસ્વ રહ્યું છે એવા રાજકોટનાં એન્જીનીયરીંગ ઉદ્યોગમાં ધગધગતી ભઠ્ઠી પાસે બેસીને આજે આ સાહસિક મહિલાઓ વેલ્ડીંગ, હેમરીંગ, પ્રેસિંગ અને રોલિંગ જેવા કામ કરી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
ધન્ય છે કાઠિયાવાડની નારી.છેલ્લા એક વર્ષથી મેટોડા જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાં જયશ્રી પારધી પુરૂષ સમોવડી બનીને આસાનીથી આવું અપાર પરિશ્રમનું કામ કરી રહી છે આવા કામમાં જયશ્રી એકલી નથી તેના જેવી અનેક મહિલાઓ પુરૂષોનાં વર્ચસ્વ અને ગઢ જેવા રહેલા ઈજનેરી ઉદ્યોગમાં મહેનતથી પોતાનું સ્થાન બનાવી શકી છે અને સહુને દંગ કરી રહી છે. એન્જીનીયરીંગ અને ઓટો પાર્ટ્સ ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી મહિલાઓને કામ કરતી જોઇને લોકો મોઢામાં આંગળા નાખી જાય છે. લેથ અને મશીન કુશળતાથી ચલાવીને આ મહિલાઓ શ્રમનાં ઈતિહાસને સોનેરી પૃષ્ઠ સાથે આલેખી રહી છે. કાસ્ટિંગ, ફોર્જિંગ અને રબર મોલ્ડીંગનાં અત્યંત મહેનત માંગી લેતા અઘરા કામને પણ ખૂબી પૂર્વક પાર પાડી રહી છે.ઈજનેરી ઉદ્યોગમાં મહિલાઓ શું કામ આવી તેનું કારણ પણ જાણવા જેવું છે. ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાંથી આવતા અને પરપ્રાંતનાં કોવિડ દરમ્યાન મોટાપાયે હિજરત કરી એમના ગામ ચાલ્યા ગયા હતા. યુપી અને બિહારનાં મજુરો એમના વતનમાં જ રોકાઈ ગયા હતા. આથી કુશળ કારીગરોની ભારે ખેંચ ઉભી થઇ ગઈ હતી. એટલે કેટલાક ઉદ્યોગોએ નવું સાહસ કરવાનો સંકલ્પ લીધો.
Read About Weather here
રાજકોટ અને આસપાસની મહિલાઓને તાલીમ આપી એમને લેથ અને સીએનસી મશીનો સોંપી હતા. ખેતીકામ કરતી શ્રમિક મહિલાઓ પણ સીઝન પૂરી થયા બાદ કારખાનાઓમાં કામે લાગી જાય છે.જયશ્રી જેવી મહિલાઓએ જણાવ્યું હતું કે, અમને સારી રીતે તાલીમ આપવામાં આવી છે અને નિયમિત કામ કરીએ છીએ. એટલે વિશ્વાસ આવી ગયો છે. અહીં વળતર પણ સારું મળે છે. રાજકોટ શહેર અને આસપાસની અનેક તો હવે 50 ટકાથી વધુ સ્ટાફ મહિલાઓનો છે. જે આજના યુગમાં પોતે અબળા નારી રહી નથી. તેનો પ્રેરક સંદેશો આપી રહી છે.રબર મોલ્ડીંગ વિભાગમાં સ્નેહા ગણાત્રા જેવી 90 ટકા કામદારો આવો મુશ્કેલ અને અઘરું કામ કરી રહી છે. તેની કંપની ઓટો મોબાઈલ ઉદ્યોગ માટે સ્પેર પાર્ટ્સ બનાવે છે. ફેક્ટરીમાં 50 કામદારો છે. જેમાંથી 38 મહિલાઓ છે અને બધી શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. તે જોઇને કારખાનેદાર માલિકો પણ અભિભૂત થઇ જાય છે. લેથ મશીન પર કામ કરતી અપ્સરા અકોલી મહીને દહાડે પરિવાર માટે રૂ.9 થી 10 હજાર જેટલું કમાઈ લ્યે છે. મેટોડામાં ફેક્ટરી ધરાવતા પાર્થ ગણાત્રાની કંપનીની અનેક કંપનીઓએ મહિલાની ભરતી શરૂ કરી દીધી છે અને એમને જીઆઈડીસી ટ્રેનીંગ સેન્ટરમાં સઘન તાલીમ પણ અપાઈ છે. ઘરેથી લાવવા જવાની સવલત પણ કંપનીઓ પૂરી પાડે છે. માની ન શકાય એવા દ્રશ્યો આ કારખાનાઓમાં જોવા મળી રહ્યા છે. મહિલાઓને પુરુષોનું કામ પુરૂષ કરતા વધુ મહેનત અને કુશળતાથી કરતા જોનારા મનમાંથી વાહનાં ઉદ્દગારો નીકળી પડે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here