દ્વારકા જિલ્‍લાના 21 ટાપુઓ પર પ્રવેશબંધી…

દ્વારકા જિલ્‍લાના 21 ટાપુઓ પર પ્રવેશબંધી...
દ્વારકા જિલ્‍લાના 21 ટાપુઓ પર પ્રવેશબંધી...

પુર્વ મંજુરી વિના પ્રવેશ નહીં કરવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા જાહેરનામું

દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. 

નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર-જવર કરતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ શ્રધ્‍ધાળુઓ સાથે રાષ્‍ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. ત્રાસવાદી જુથો સંગઠનો દ્વારા દેશના મહત્‍વના ચાવીરૂપ સંસ્‍થાઓ તેમજ મહત્‍વના ધાર્મિક સ્‍થાનો, ભીડવાળા સ્‍થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે.

આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી જિલ્‍લામાં આવેલ 21 ટાપુઓ જેવા કે ખંભાળિયા તાલુકામાં આવેલા ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાળુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ તથા કલ્યાણપુર તાલુકામાં ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ તેમજ દ્વારકા તાલુકાના આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ,

Read About Weather here

ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્‍ણા ટાપુ અને કુડચલી ટાપુ ઉપર જે-તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ કે તેના ઉપરી મેજીસ્‍ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. આ જાહેરનામાનું ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here