દેશ માટે 2020 એટલે આત્મહત્યાનું વર્ષ…!!

દેશ માટે 2020 એટલે આત્મહત્યાનું વર્ષ…!!
દેશ માટે 2020 એટલે આત્મહત્યાનું વર્ષ…!!

સૌથી વધુ અરેરાટી સર્જતી દૈનિક 31 બાળકોની આત્મહત્યાની ઘટનાઓ: આપઘાતનાં ચિંતાજનક હદે વધતા પ્રમાણનાં આંકડા જાહેર કરતું એનસીઆરબી
એક જ વર્ષમાં કુલ 11396 બાળકોનાં આપઘાતનો ચોંકાવી દેનારો આંકડો

દેશમાં વયસ્ક નાગરિકોની સાથે-સાથે બાળકોની આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ સરકાર અને સમસ્ત સમાજ માટે લાલબતી ધરવા સમાન બની છે. સતાવાર રીતે જાહેર થયેલા આંકડા એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કરે છે કે 2020 ની સાલમાં દરરોજ સરેરાશ 31 બાળકોનાં આપઘાતની ઘટનાઓ નોંધાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

એ દર્શાવે છે કે, કોરોના મહામારીને પગલે બાળકોનાં માનસિક સંતોલન પર અતિશય ગંભીર અસરો થવા પામી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોએ જાહેર કરેલા આંકડા આપણા રોમેરોમ ખડા કરી ડે એવા છે.

બ્યુરોનો એહવાલ જણાવે છે કે, 2020 ની સાલમાં 11396 બાળકોએ આપઘાતનો માર્ગ અખત્યાર કર્યો હતો. જેમાં 5392 તરુણો હતા અને 6004 ક્ધયાઓ હતી. જેમણે આપઘાત કરીને વિવિધ કારણોસર જીવન ટૂંકાવી લીધું હતું.

2018 અને19 ની સરખામણીમાં આઆંકડો અનુક્રમે 21 અને 18 ટકાનો વધારો સુચવી રહ્યો છે. એ આપણા દેશની ભાવિ પેઢીનાં માનસ પર કેટલો બધો બોજો અને તનાવ સર્જાયેલા છે. તેનો હદય દ્રાવક પુરાવો આપે છે.

અહેવાલજણાવે છે કે, પારિવારિક સમસ્યાઓને કારણે 4006 બાળાઓ અને તરુણો અને પ્રેમ પ્રકરણમાં 1337 ક્ધયા અને તરુણો તથા માંદગીને કારણે 1327 બાળકોએ આત્મહત્યા કરી લીધાનું જાહેર કર્યું છે. આપઘાતનાં આ મુખ્યકારણો રહ્યા છે.

કેટલી ઘટનાઓ પાછળ વૈચારિક, મતભેદ, બેકારી, પરિવારનું ધંધાકીય રીતે દેવાળું ફૂંકવું, નામર્દાનગી અને ડ્રગ્સનું સેવન જેવા કારણો પણ જવાબદાર છે. બાળ સુરક્ષા સંગઠન સેવ ધ ચિલ્ડ્રન નાં ડેપ્યુટી ડાયરેક્ટર પ્રભાત કુમારે જણાવ્યું હતું

કે, કોરોનાની મહામારી અને તેના કારણે શાળાઓ બંધ થઇ ગઈ હોવાથી સામાજીક એકલતા અને વાલીઓમાં સર્જાયેલી ચિંતાએ પણ ક્ધયાઓ અને તરુણોની માનસિક સ્થિતિ વિચલિત કરી દેવામાં ભાવ ભજવ્યો છે.

આપણે ઘણીવખત શિક્ષણ અને શારીરિક તંદુરસ્તી જેવા વિષયોને વધુ પ્રાધાન્ય આપીએ છીએ. મનોસંવેદના અને માનસિક, સામાજીક, સમર્થન જેવા વિષયો અભેરાઈ પર ચડી જતા હોય છે.

આવી ઘટનાઓ બનતી અટકે તે જોવાની માતા-પિતા, પરિવારો, પાડોશીઓ અને સરકારની સંયુક્ત જવાબદારી છે. બાળકોને એમની ક્ષમતા મુજબ આગળ વધવાનો પૂરો અવકાશ મળી રહે અને ઉજળા ભવિષ્ય માટેનાં એમના સપના સાકાર કરી શકે તેવું સુમેળ ભર્યું વાતાવરણ ઉભું કરવું પડશે.

એ માટે સામુહિક પ્રયાસો અને કાર્યક્રમોની જરૂરિયાત છે. કોરોના દરમ્યાન સતત ઘરમાં ગોંધાઈ રહેવાથી તથા મિત્રો અને શિક્ષકો સાથે સંપર્કનો અભાવ સર્જાયો હોવાથી બાળકોને ગજબનાં તનાવ અને સંવેદનાનાં દબાવ પરથી પસાર થવું પડ્યું છે.

જેના પરિણામે તેઓ વધુને વધુ ચીડિયા થઇ ગયા છે. પરીક્ષા, કોર્સ વગેરેની ચિંતાથી એમના પર મોટો માનસિક બોજ આવી પડ્યો છે. ગરીબ પરિવારોનાં બાળકોને ઓનલાઈન શિક્ષણ માટેની આધુનિક સવલતો મળી નથી.

Read About Weather here

જયારે સમૃધ્ધ બાળકો ઈન્ટરનેટનાં વધુ પડતા ઉપયોગને કારણે સાઈબર આપરાધનો ભોગ બનવા લાગ્યા છે. જેમની એના કુમળા અને યુવા માનસ પર ગંભીર પ્રતિકુળ અસર જોવા મળી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here