દેશના અર્થતંત્રમાં લોકોનો વિશ્ર્વાસ ઘટી ગયો છે: રઘુરામ રાજન

દેશના અર્થતંત્રમાં લોકોનો વિશ્ર્વાસ ઘટી ગયો છે: રઘુરામ રાજન
દેશના અર્થતંત્રમાં લોકોનો વિશ્ર્વાસ ઘટી ગયો છે: રઘુરામ રાજન

કોવિડને કારણે અનેક મધ્યમવર્ગ પરિવારો ગરીબ થઇ ગયાનો મત

ભારતીય રીઝર્વ બેંકનાં ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને આજે સ્પષ્ટ દર્શાવ્યું હતું કે, દેશના અર્થતંત્ર પરથી લોકોનો વિશ્ર્વાસ ઘટી ગયો છે. એમાંય કોરોનાની પરિસ્થિતિએ વધુ મોટો ફટકો અનેક મધ્યમવર્ગીય પરિવારો કોવિડને કારણે ગરીબીની ખાઈમાં ધકેલાઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

લોયુનિવર્સીટીનાં એક કાર્યક્રમમાં બોલતા રાજને સૂચવ્યું હતું કે નવી રોજગારી ઉભી થાય તેના પર આર્થિક કાર્યક્રમોમાં ભાર મુકાવવો જોઈએ. તેમણે વસવસો વ્યકત કર્યો હતો

કે, રાજ્યો હવે વધુને વધુ પ્રમાણમાં સ્થાનિકો માટે રોજગારી અનામત રાખતા થઇ ગયા છે જેના કારણે ભારતીયતાનો વિચાર અને દ્રષ્ટિકોણ ઘસાઈ રહે છે.

તેમણે ઉમેર્યું હતું કે શેર બજારમાં તેજી દેખાતી હોય તો એ દેશની વાસ્તવિક સ્થિતિનું પ્રતિબિંબ નથી. બહુમતી ભારતીય નાગરિકો ઊંડા આર્થિક સંકટમાં છે. દિવસે-દિવસે આપણો આત્મવિશ્ર્વાસ ઘટી રહ્યો છે.

અર્થતંત્રનાં ભવિષ્યમાંથી આપણી શ્રધ્ધા ઓસરી રહી છે. કોરોનાએ આત્મશ્રધ્ધાને અને લાગણીઓને વધુ ફટકો માર્યો છે.રાજને ઉમેર્યું હતું કે નવી રોજગારી ઉભી કરવા પર ભાર મુકવો જોઈએ. આર્થિક ધસારને પગલે લોકશાહી મુલ્યોને પણ ફટકો પડ્યો છે.

આપણે અભિપ્રાય ભેદ સહન કરતા નથી, માન આપતા નથી, ચર્ચા વિચારણા કરતા નથી. જેની ગંભીર અસર સમાજ પર થઇ રહી છે. એમની લાગણીઓને હાની પહોંચી રહી છે.

Read About Weather here

એમણે સ્પષ્ટ કહ્યું હતું કે, દરેકને સાથે ન લેવાય એવો વિકાસ કદી ટકે નહીં અને શક્ય બને નહીં. અન્યોનાં અભિપ્રાયોને માન ન અપાય, ચર્ચા અને ટીકાને દબાવી દેવાની કોશિશ થાય તેનાથી આર્થિક વિકાસને જ નુકસાન થાય છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here