દીપિકા પાદુકોણની ગણના ટેલેન્ટેડ અને ખુબસુરત એક્ટ્રેસમાં થાય છે. દીપિકાનું ફેન ફોલોઇંગ ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ છે. ઘણા ફેન્સ દીપિકાની સ્ટાઇલને પણ કોપી કરે છે. આ દુનિયા એટલી નાની છે કે, કોઈને કોઈના હમશકલ મળી જ જાય છે. થોડા સમય પહેલાં કેટરીનાની હમશકલ જોવા મળી હતી, તો ઐશ્વર્યા રાયની પણ હમશકલ મળી હતી. હાલમાં જ ઇન્ટરનેટ પરથી લોકોએ દીપિકા પાદુકોણની હમશકલ શોધી કાઢી છે.દીપિકાની આ હમશકલનું નામ રિજુતા ઘોષ દેબ છે. રિજુતાની તસવીરો હાલ તો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.



Visit Saurashtra Kranti Homepage here
ફેન્સ પણ એક મિનિટ માટે થાપ ખાઈ જાય છે કે, આ ઓરિજિનલ દીપિકા છે કે પછી તેની ડુપ્લિકેટ! મૂળે ડિજિટલ ક્રિએટર એવી રિજુતાના ઘણા વીડિયો અને તસવીરો વાઇરલ થઈ ગયાં છે.ફેન્સે રિજુતાની તસવીરો જોઈને દીપિકાની હમશકલ કહી રહ્યા છે તો ઘણા લોકો તો રિજુતાને ‘દીપિકા પાદુકોણ 2.0’ કહી રહ્યા છે. તો ઘણા લોકો તો કહી રહ્યા છે કે, રણવીર સિંહ તમને ભૂલથી જોઈ ન લે બાદ નહીં તો તે પણ ઓળખી નહીં શકે.
Read About Weather here
આ પહેલીવાર નથી કે કોઈ સ્ટારની હમશકલની ચર્ચા થઇ રહી હોય. દીપિકાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, તે છેલ્લે ‘ગહેરાઈયાં’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકાની સાથે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી લીડ રોલમાં હતા. આગામી સમયમાં દીપિકા શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘પઠાણ’માં પણ જોવા મળશે.થોડા દિવસ પહેલાં આલિયા ભટ્ટ જેવી દેખાતી એક યુવતીનો વીડિયો વાઇરલ થયો હતો. શ્રીદેવી, માધુરી દીક્ષિતની હમશકલ પણ ઇન્ટરનેટ પણ ધમાલ મચાવી ચૂકી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here